Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 97000 કરોડના ટેક્સ વિવાદનું સમાધાન કરાયુ

કર વિવાદને લગતા 1,25,144 કેસોનો સમાવેશ: 5,10,491 કેસ વિવિધ અદાલતોમાં પેન્ડિંગ : 24.5 ટકા કેસોનો નિકાલ

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર વિવાદ સે વિશ્વાસ યોજનામાં અત્યાર સુધીમાં કર વિવાદને લગતા 1,25,144 કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પૈકી અત્યાર સુધીમાં રૂ 97000 કરોડના ટેક્સ વિવાદનું સમાધાન કરવામાં આવ્યું છે

કેન્દ્રીય નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર વિવાદ સે વિશ્વાસ યોજનામાં અત્યાર સુધીમાં કર વિવાદને લગતા 1,25,144 કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પૈકી અત્યાર સુધીમાં રૂ 97000 કરોડના ટેક્સ વિવાદનું સમાધાન કરવામાં આવ્યું છે. ટેક્સ વિવાદથી સંબંધિત 5,10,491 કેસ વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે અને અત્યાર સુધીમાં 24.5 ટકા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

વિવાદ સે વિશ્વાસ યોજના પસંદ કરવાની તારીખ આ મહિનાના અંત સુધી વધારી દેવામાં આવી છે. દેશની વિવિધ અદાલતોમાં બાકી રહેલા કેસોને દૂર કરવા માટે ગત વર્ષે બજેટમાં વિવાદ સે વિશ્વાસ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ તેની સમય મર્યાદા કોરોના કારણે ઉદ્ભવતા સંજોગોમાં સતત વધારવી પડી રહી છે.

 

વિભાગ કહે છે કે વિવાદ સે વિશ્વાસ યોજનાને ડાયરેક્ટ ટેક્સ વિવાદ નિવારણ યોજના, 2016 (DTDRS) કરતા 15 ગણો સારો પ્રતિસાદ મળ્યો છે. વિવાદિત રકમના નિવારણના કિસ્સામાં તે DTDRSની 153 ગણી છે. 1998 ની કરવેરા વિવાદ નિવારણ યોજના (KVS) અંતર્ગત માત્ર કેટલાક હજાર કેસોમાં ફક્ત 739 કરોડ રૂપિયા જ ઉકેલી શકાયા હતા.

વર્ષ 2016 ની DTDR યોજનાએ રૂ 631 કરોડના 8,600 કેસોનું સમાધાન કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવાદ નિવારણ સમિતિ (DRC) ની સ્થાપના માટેની જોગવાઈ નાણાકીય વર્ષ 2021-22 માટે હાલમાં જાહેર કરાયેલા બજેટમાં કરવામાં આવી છે. આ વિવાદ સે વિશ્વાસ યોજનાને આગળ વધારવા બરાબર ગણી શકાય તેમ છે.

(12:08 pm IST)