Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કોફીના વાવેતર માટે ઉપયોગમાં લેવાયેલી જમીન એગ્રિકલચર લેન્ડ ગણાય કે નહીં ? : એલચી ,કોફી ,મરી ,રબર ,તેમજ ચા ,નું ઉત્પાદન કરતી જમીન ખેતીની જમીન ગણી શકાય નહીં : તેને સરફેસી એક્ટ લાગુ પડતો ન હોવાથી આ જમીન ઉપર જપ્તી લાવી શકાય : કોફીના ઉત્પાદન માટે લીધેલી લોન નહીં ભરાતા બેંકે જપ્તીની નોટિસ આપી : કર્ણાટક હાઇકોર્ટ ખંડપીઠે જપ્તીની કાર્યવાહી માન્ય રાખતો ચુકાદો આપ્યો

કર્ણાટક : કર્ણાટકની  કોર્પોરેશન બેંકે અગ્રિકલચર કેશ ક્રેડિટ ,તથા ટર્મ લોન સહીત , 18,81,45,558/-   રૂપિયાનું ધિરાણ '  કોર્પોરેટ કિસાન કેશ ક્રેડિટ સ્કીમ ' હેઠળ આપ્યું હતું.જે નહીં ભરાતા બેંકે કરજદારોની મોર્ટગેજમાં લીધેલી જમીન સહિતની પ્રોપર્ટી ઉપર જપ્તીની નોટિસ આપી હતી.

બેન્કની નોટિસના અનુસંધાને કરજદારે પોતે લીધેલી લોન ખેતી  માટે લીધી  હોવાથી સરફેસી એક્ટ મુજબ તેનું વેચાણ , કે ખરીદી કરી શકાય નહીં કે આ જમીન ઉપર જપ્તી લાવી શકાય નહીં તેમ જણાવ્યું હતું.જેના અનુસંધાને કર્ણાટક હાઇકોર્ટના જજ શ્રી બી.વી.નાગરાથન ,તથા શ્રી નટરાજ રંગાસ્વામીએ જજમેન્ટ આપતા જણાવ્યું હતું કે સરફેસ એક્ટની કલમ  31(i) મુજબ એલચી ,કોફી ,મરી ,રબર ,તેમજ ચા ,નું  ઉત્પાદન કરતી જમીન ખેતીની જમીન ગણી શકાય નહીં.

જોકે બેંકે ઉપરોક્ત ધિરાણ ખેતીવાડી ધિરાણ તરીકે કર્યું હતું .તથા ધિરાણ આપતી વખતે કરજદારની જમીન મોર્ટગેજ કરી હતી. પરંતુ તેમાં કરાતું કોફીનું ઉત્પાદન ખેત ઉત્પાદન ગણી શકાય નહીં.તેથી બેંકે ધિરાણની વસુલાત નહીં થતા જમીન ઉપર જપ્તી લાવવા કરેલ આદેશ માન્ય ગણાય તેવો ચુકાદો આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:10 pm IST)