Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પોર્ન વીડીયો બનાવીને અપલોડ કરવાના ગુનામાં એકટ્રેસ ગહના વશિષ્‍ઠની ધરપકડ

મુંબઇ,તા. ૮: મુંબઇમાં વેબ સીરીઝમાં કામ આપવાના બહાને સંઘર્ષ કરી રહેલા કલાકારો પાસે અશ્‍લીલ ફીલ્‍મોમાં જબરદસ્‍ત કામ કરાવવાની ઘટના સામે આવી છે. મુંબઇ પોલીસના પ્રોપર્ટી સેલે આવી એક ગેગનો ભાંડો ફોડયો છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી દરમ્‍યાન ૧૦ મહિલા અને પાંચ પુરૂષોને કસ્‍ટડીમાં લીધા છે. આ આરોપીઓ ૧૦ ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્‍ટડીમાં રહેશે. તેમાં એકટ્રેસ ગહના વશિષ્‍ઠ ઉપરાંત રોયા ખાન ઉર્ફે યાસ્‍મીનને મુખ્‍ય આરોપી ગણાવાય રહ્યા છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્‍યું કે યાસ્‍મીન પોતે પણ પહેલા ફિલ્‍મો તથા સીરીયલોમાં નાના મોટા રોલ કરી ચૂકી છે. તેની પહોંચી બોલીવુડમાં કામ કરવા ઇચ્‍છતી છોકરીઓનું લીસ્‍ટ મળી આવ્‍યું છે. યાસ્‍મીન આ છોકરીઓને શોર્ટ ફીલ્‍મમાં કામ કરવાની ઓફર આપતી હતી. ચારથી પાંચ કલાકના શુટીંગ માટે યાસ્‍મીન તેમને ૩૦ હજાર રૂપિયાની ઓફર કરતી હતી તેવું પીડિતાઓએ જણાવ્‍યું છે. ત્‍યાર પછી  તેમની પાસે એક એગ્રીમેન્‍ટ સાઇન કરાવાતો હતો જેના પર આ છોકરીઓ વાંચ્‍યા વગર સહી કરી દેતી હતી.

થોડા દિવસ પછી આ અભિનેત્રીઓને શુટીંગ માટે બોલાવાતી હતી. માહિતી અનુસાર લગભગ અડધુ શુટીંગ પત્‍યા પછી તેમને ન્‍યુડસીન કરવાનું કહેવામાં આવતુ. જો કોઇ છોકરી આના માટેના પાડે તો તેને લીગલ નોટીસની ધમકી આપવામાં આવતી. છોકરી ભયના કારણે આવા સીન કરવા તૈયાર થઇ જતી હતી.

ત્‍યાર પછી આરોપીઓ અલગ અલગ ઓટીટી પ્‍લેટફોર્મ અને પોર્ન સાઇટ સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરતા હતા અને તેમની પાસેથી આ અશ્‍લીલ ફિલ્‍મો માટે મોટી રકમ લેતા હતા. આવી રીતે આખું રેકેટ ચલાવવામાં આવતુ હતું.

ધરપકડ કરાયેલ આરોપીઓમાં ગહના વશિષ્‍ઠ (અભિનેત્રી), યાસ્‍મીન ઉર્ફે રોહા ખાન (પ્રોડયુસર અને ડાયરેકટર), મોનુ શર્મા (ફોટોગ્રાફર), ભાનુ ઠાકુર (એકટર), આતિશ શેખ (એકટર) અને પ્રતિભા નાલાવડે (ક્રીએટીવ ડાયરેકટર) સામેલ છે. પોલીસે તેમની પાસેથી હાઇડેફીનેશનલ કેમેરા, ૬ મોબાઇલ ફોન, લેપટોપ, કેમેરા સ્‍ટેન્‍ડ, સ્‍પોટોલાઇટ, અને મેમરી કાર્ડ (જેમાં કેટલાય પોર્ન વીડીયો છે) જપ્ત કર્યા છે. પોલીસે તેમના બેંક ખાતા પણ સીઝ કર્યા છે. જેમાં ૩૬ લાખ રૂપિયાથી વધારે રકમ મળી આવી છે.

(12:22 pm IST)