Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાષન લાગુ કરો : એડવોકેટ સી.આર.જયા સુકીને સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે એ ફગાવી : તમારા મૂળભૂત અધિકારોનો ક્યાં ભંગ થાય છે તે જણાવો : પાયાવિહોણી પિટિશન કરશો તો ભારે દંડ ચૂકવવો પડશે : નામદાર કોર્ટની ચીમકી


ન્યુદિલ્હી : ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાષન લાગુ કરવા માટે એડવોકેટ સી.આર.જયા સુકીને  પિટિશન દાખલ કરી હતી.જેમાં જણાવ્યું  હતું કે આર્ટિકલ 356 મુજબ ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાષન લાદવું જરૂરી બની ગયું છે. જે મુજબ રાજ્યમાં લઘુમતી કોમ ની સુરક્ષા જોખમમાં છે.તેમજ મહિલાઓ ઉપર છાશવારે બળાત્કારો થાય છે.જે માટે તેણે હાથરસ કાંડની ઘટના ટાંકી હતી.પિટિશનરે જણાવ્યું હતું કે રાજ્યનું પોલીસ તંત્ર પણ લોકો ઉપર બળજબરી કરી રહ્યું છે.આ સંજોગોમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાષન લાદવું જરૂરી હોવાની  હિમાયત કરી હતી.

જેના અનુસંધાને ચીફ જસ્ટિસ શ્રી એસ.એ. બોબડે એ પિટિશનરનો ઉધડો લેતા જણાવ્યું હતું કે તમે કેટલા રાજ્યોની ક્રાઇમ ઘટનાઓનો અભ્યાસ કર્યો છે તે જણાવો.તમારા મૂળભૂત હક્કોને ક્યાં હાનિ પહોંચે છે.તે જણાવો .જો તમે આવી પાયા વિહોણી પિટિશન કરશો તો તમારે ભારે દંડ ચૂકવવો પડશે તેમ જણાવ્યું હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા  મળે છે.

 

(1:21 pm IST)