Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

હું વિજિલન્સ ડિપાર્ટમેન્ટનો ડી.આઈ.જી. છું , મારુ કોઈ કંઈ બગાડી નહીં શકે : હરિયાણાના મિનિસ્ટર અનિલ વીજના ભાઈ કપિલ વીજ તથા તેના પરિવાર વિષે અણછાજતી કોમેન્ટ કરી ધમકી આપી : હરિયાણાના DIG વિજિલન્સ અશોકકુમાર વિરુદ્ધ અંબાલા પોલીસમાં FIR દાખલ

અંબાલા : હરિયાણામાં સિરહિંદ ક્લબ ખાતે યોજાયેલી એક સબંધીના પૌત્રની  જન્મદિવસ પાર્ટીમાં સામસામે ભેગા થઇ ગયેલા હરિયાણાના ડી.આઈ.જી.અશોક કુમાર તથા રાજ્યના મિનિસ્ટર  અનિલ વીજના ભાઈ કપિલ વીજ વચ્ચે ચકમક ઝરતા અંબાલા પોલીસમાં ડી.આઈ.જી.અશોક કુમાર વિરુદ્ધ એફ.આઈ.આર નોંધાઈ છે.

એફ.આઈ.આર.માં મિનિસ્ટરના ભાઈ કપિલ વીજએ  જણાવ્યા મુજબ જન્મદિવસ પાર્ટીમાં પોતે મોડા પહોંચ્યા હતા ત્યારે અશોક કુમાર કે જેઓને પોતે ઓળખતા નહોતા તેમણે પોતા વિરુદ્ધ તથા પોતાના પરિવાર વિરુદ્ધ અણછાજતી કોમેન્ટ કરી હતી. તથા અશ્લીલ હરકતો કરી હતી. બાદમાં ખબર પડી હતી કે આવી કોમેન્ટ કરનાર વ્યક્તિ હરિયાણાના વિજિલન્સ ડિપાર્ટમેન્ટના ડી.આઈ.જી.છે. જે તેણે  ખુદએ જણાવ્યું હતું કે હું વિજિલન્સ ડિપાર્ટમેન્ટનો ડી.આઈ.જી. છું , મારુ કોઈ કંઈ બગાડી નહીં શકે .તેથી કોમેન્ટ કરનાર વ્યક્તિ અશોક કુમાર વિરુદ્ધ પોતાની લાગણી દુભાવવા બદલ કપિલ વીજ એ કલમ 323, 294,તથા 506 હેઠળ અંબાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રોના જણાવાયા મુજબ ફરિયાદના અનુસંધાને વિડિઓ સહિતના આધારો તથા ફુટેજની તપાસ થઇ રહી છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:53 pm IST)