Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પૃથ્વી પર ચાર વર્ષ પહેલા જ આવી ગયા એલિયન્સ : હાવર્ડ યુનિવર્સિટીના મુખ્ય વૈજ્ઞાનિકનો મોટો દાવો

4 વર્ષ પહેલા એક અસામાન્ય આકારની વસ્તુ જોવા મળી હતી પરંતુ વૈજ્ઞાનિકોએ તેને ખોટું સમજ્યું

નવી દિલ્હી : હાવર્ડ યુનિવર્સિટીના એક મુખ્ય વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે એલિયન્સ 2017માં ધરતીની મુલાકાતે આવ્યા હતા પરંતુ વૈજ્ઞાનિકોએ આ ઘટનાને નજરઅંદાજ કરી દીધી હતી  પ્રોફેસર એવિ લોએબે એક નવી પુસ્તકમાં આ દાવો કર્યો છે. લોએબ એક જાણીતા ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ સાથે પણ કામ કરી ચુક્યા છે

પ્રોફેસરે જે પુસ્તકમાં આ એલિયન્સને લઈને નવા દાવા કર્યાં છે તેનું નામ છે Extraterrestrial: The First Sign of Intelligent Life Beyond Earth. 58 વર્ષિય ઈઝરાયલી-અમેરીકી એસ્ટ્રોનોમરે કહ્યું કે, 4 વર્ષ પહેલા એક અસામાન્ય આકારની વસ્તુ જોવા મળી હતી પરંતુ વૈજ્ઞાનિકોએ તેને ખોટું સમજ્યું.

પ્રોફેસરનું કહેવું છે કે, આ ઓક્ટોબર 2017ની વાત છે. એક ખુબ ઝડપથી ઉડી રહેલી વસ્તુની જાણકારી મળી હતી. આ વસ્તુની ઝડપ એટલી તેજ હતી જેનાથી એ લાગી રહ્યું હતું કે આ કોઈ અન્ય ગ્રહ પરથી ધરતી પર પહોંચી છે. જોકે ઘણાં અન્ય વૈજ્ઞાનિક પ્રોફેસર એવિ લોએબ સાથે સહમત નથી.

 

એસ્ટ્રોફિજિસ્ટ એથન સીગને ફોર્બ્સમાં લખ્યું છેકે, લોએબ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક હતા પરંતુ તેઓ પોતાના સાથી વૈજ્ઞાનિકોને પોતાના તર્કો વિશે સહમત કરી શકતા નથી પરંતુ પ્રોફેસર લેએબ કહે છે કે રૂઢિવાદ પર સવાલ ઉઠાવતા લોકોને સજા અપવાની પરંપરા રહી છે અને તેનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે ગેલેલિયોએ જ્યારે પહેલીવાર પ્રસ્તાવ આપ્યો હતો કે બ્રહ્માંડનું કેન્દ્ર ધરતી નથી તે તેમને પણ સજા આપવામાં આવી હતી.

 અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલાં ઈઝરાયલની સ્પેસ સિક્યોરિટી એજન્સીના પૂર્વ પ્રમુખ હૈમ ઈશદે દાવો કર્યો હતો કે એલિયન છે અને ઈઝરાયલ તથા અમેરીકા ઘણાં વર્ષોથી એલિયનના સંપર્કમાં છે. ઈશદે એ પણ દાવો કર્યો હતો કે, એલિયન્સે જ પોતાની ઉપસ્થિતિની જાણકારી જાહેર નહી કરવાની સલાહ આપી હતી.

(2:09 pm IST)