Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

૬ ફેબ્રુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો,

આજે પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુન્શીની આજે પુણ્યતિથિ છે. તેઓએ સાહિત્યનું અપાર સર્જન કર્યું છે, જેમાં પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ વગેરે અચુક વાચવા જેવી છે.

ક.મા.મુન્શીની આત્મકથા 'અડધા રસ્તે સીધા ચઢાણ' પણ પ્રેરક છે.

 . ૨૦૦૮ ની સાલમાં ઓરીસ્સાના શિશુપાલગઢમાં ખોદકામ દરમિયાન ૨૫૦૦ વર્ષ જુનુ આખુ શહેર મળ્યુ હતુ.

. આજે પ્રસિધ્ધ ગઝલ ગાયક જગજિતસિંહનો જન્મદિન છે. તેઓનો જન્મ ૧૯૪૧ની સાલમાં થયો હતો. ગઝલોને સામાન્ય માણસ સુધી પહોચાડવાનું મહાન કાર્ય જગજિતસિંહે કર્યું હતુ. તેઓને ૨૦૧૪ની સાલમાં પદ્મભૂષણ સન્માન અપાયું હતુ.

આજે ઠુમરી ગાયીકા શોભાગુર્ટુનો જન્મદિન છે. તેઓનો જન્મ ૧૯૨૫ની સાલમાં થયો હતો.

. ક્રિકેટની દુનિયાના લોકપ્રિય ખેલાડી કપિલ દેવે ૧૯૯૪ની સાલમાં આજના દિને ૪૩૨મી વિકેટ લઇને રિચર્ડ હેડલીનો સૌથી વધારે ટેસ્ટ વિકેટનો વિક્રમ તોડયો હતો.

 પૂર્વ રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસૈનનો આજે જન્મદિન છે. તેઓનો જન્મ ૧૮૯૭ની સાલમાં થયો હતો.

. આજે મહિલા ક્રાંતિકારી કલ્પના દત્તની પૂણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૯૫ની સાલમાં થયું હતુ. અંગ્રેજ સરકાર સામે હિંસક પરાક્રમોના કારણે કલ્પનાને આજીવન કારાવાસની સજા થઇ હતી. ગાંધીજી તથા રવિન્દ્રનાથ ટાગોરના પ્રયત્નોથી કલ્પનાજી જેલમુકત થયા હતા. કલ્પનાજી ભારતમાં કમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારાથી પ્રભાવીત હતા.

. આજે ક્રાંતીવીર શેર અલીની પણ પુણ્યતિથિ છે. ૧૮૭૨ની સાલમાં આજના દિને આંદામાન જેલમાં અંગ્રેજ ગર્વનર પર હુમલો કરીને શેર અલીએ શહીદી વહૌરી હતી.

. આજે મહિલા ક્રિકેટર એકતા બિષ્ટનો જન્મદિન છે. તેઓનો જન્મ ૧૯૮૬ની સાલમાં થયો હતો.

(3:18 pm IST)