Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ચમોલી અને આસપાસથી અત્યાર સુધીમાં ૧૪ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા : પોલીસનું ટ્વિટ

હરિદ્વાર,તા.૮:ઉત્ત્।રાખંડ દૂર્ઘટનામાં મૃતકોનો આંકડો ૧૪ પર પહોંચ્યો છે. તપોવન સુરમાં રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉત્ત્।રાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટયા પછી અત્યાર સુધીમાં ૧૪ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.

ચમોલીની પાસે આવેલા રેની ગામમાં હવે રેસ્કયૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. અહીં ઋષી ગંગા પ્રોજેકટને ભારે નુકસાન પહોંચ્યું છે. જયાં કેટલાંક લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

ઉત્ત્।રાખંડના ચમોલી જિલ્લામાં નીતિ ઘાટીમાં રેણી ગામમાં ઋષિ ગંગાના ઉદગમ સ્થાન નજીક ગઇકાલે સવારે ૯.૧૫ વાગે ગ્લેશિયરનો એક ભાગ તૂટીને ઋષિગંગામાં પડી ગયો હતો. જે બાદ નદીમાં ભારે પૂર આવ્યું હતું.

આજે સવારે એકવાર ફરી તપોવન સુરંગની પાસે રેસ્કયૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. અહી મોટા મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી મોટા પથ્થરો વગેરે હટાવી શકાય. ચમૌલી પોલીસના અનુસાર અત્યાર સુધીમાં ૧૪ મૃતદેહ અલગ-અલગ સ્થાનો પરથી પ્રાપ્ત થયા છે. જયારે સુરંગમાં કુલ ૧૫ લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.

(3:23 pm IST)