Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ચમોલીમાં મોત ઉપર ભારે પડી જીવનની સીટી : રેની ગામમાં ગાર્ડના એલર્ટથી મોટી જાનહાની ટળી

હરિદ્વાર,તા. ૮: ઉતરાખંડના ચમોલીમાં કુદરતના કહેર બાદ જીવન બચાવવાનું અભિયાન જોર-શોરથી ચાલુ છે. બચાવ ટીમ બીન ટનલ ખોલવાની કોશીશમાં છે. અત્યાર સુધીમાં ૧૯ મૃતદેહો કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૫ લોકોનું રેસ્કયુ કરાયા છે.

જે રીતની તબાહી છે. તેનાથી વિપરીત જાનહાની ખૂબ જ ઓછી છે. તેની પાછળ રેની ગામના ગાર્ડની સમય સુચકતાએ મોટો ભાગ ભજવ્યો છે. પાવર પ્રોજેકટમાં તૈનાત ગાર્ડના જણાવ્યા મુજબ જેવી તેણે ગલેશીયર તુટવાનો અવાજ સાંભળ્યો એટલે તરત જ તેણે સીટી વગાડી કર્મચારી, મજુરોની સાથે ગામના લોકોને એલર્ટ કરેલ. નીચે રહેલ ગામના લોકોને જણાવેલ કે પુર ઉપરથી આવી રહ્યું છે.

આ સમય સુચકતાથી અનેક લોકો સુરક્ષીત જગ્યાએ જવા લાગ્યા હતા જો કે હજી પણ ૨૦૨ લોકો લાપતા છે.

(4:34 pm IST)