Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અલ્લાહ માટે પુત્રની કુરબાની આપીઃ શાહીદા

ગર્ભવતી માતાએ ૬ વર્ષના પુત્રનું ગળુ કાપી નાખ્યુ

તિરૂવનંતપુરમ : કેરાળાના પલ્લકડમાં એક ગર્ભવતી મહિલાએ પોતના ૬ વર્ષના પુત્રનુ ગળુ કાપી નાખવાની ઘટનાથી ચકચાર મચી ગયેલ. શાહીદા નામની મહિલા ૩ માસની ગર્ભવતી છે. અને તેણે જ પોલીસને બનાવ અંગે જાણ કરેલ. રવિવારે ઘટેલ બનાવમાં શાહીદાએ જણાવેલ કે તેણે અલ્લાહ માટે પુત્રની કુરબાની આપી છે. શાહીદાએ પતિ અને અન્ય બે બાળકો સુતા હતા. ત્યારે ઘરમાં જ પુત્રનુ ગળુ કાપી નાખ્યું હતુ. 

(4:35 pm IST)