Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

2021ના વર્ષમાં 40 દિવસ દરમિયાન જુદા-જુદા વિસ્‍તારોમાં 10 વખત ઇન્‍ટરનેટ બંધ કરાવવુ પડયુ

નવી દિલ્હી: વર્ષ 2021ના હજું 40 દિવસ પ્રસાર થયા છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિભિન્ન કારણોનો હવાલો આપીને ઓછામાં ઓછા 10 વખત ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

હાલના કેસ દિલ્હીના સિંધુ, ગાજીપુર અને ટિકરી બોર્ડરોના છે, જ્યાં 26 જાન્યુઆરીએ થયેલી ટ્રેકટ્ર પરેડ પછી પ્રશાસને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ બોર્ડરો પર કેન્દ્રના વિવાદીત કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પાછલા લગભગ અઢી મહિનાઓથી પ્રદર્શન ચાલી રહ્યું છે.

આવી જ રીતે દિલ્હી અને હરિયાણામાં પણ પાછલા મહિને ઓછામાં ઓછા 24 કલાકથી વધારે સમય માટે ઈન્ટરનેટ, મેસેજ અને અન્ય સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

એટલું જ નહીં ચૂંટાઈને આવીલી સરકાર દ્વારા સૌથી લાંબા સમય માટે 552 દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં 4જી ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પાછલા શુક્રવારે સરકારે કાશ્મીરમાં 4જી સેવાઓ ફરીથી શરૂ કરવાની પરવાનગી આપી છે.

ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરીને આને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યા પછી કેન્દ્રએ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

જમ્મુ કાશ્મીર પછી સૌથી વધારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ રાજસ્થાનમાં લગાવવામાં આવ્યો છે.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, અનેક સ્વતંત્ર ઓડિટર્સ દ્વારા ભેગા કરેલા આંકડાઓ અનુસાર માત્ર 2019 અને 2020માં જ ભારતમાં 13000 કલાકથી વધારે સમય સુધી ઈન્ટરનેટ બંધ રહ્યું અને આ દરમિયાન ઓછામાં ઓછા 164 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યો.

વર્ષ 2019માં ભારત સરકારે 4,196 કલાક માટે ઈન્ટરનેટ બેન કરવામાં આવ્યો,જેના કારણે 1.3 અરબ ડોલરનો આર્થિક પ્રભાવ પડ્યો. વર્ષ 2020માં આ આંકડાઓ બેગણા વધી ગયા અને આ દરમિયાન સરકારે 8,927 કલાકો માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવેલો રાખ્યો.

આ ડેટા ગ્લોબલ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) ની રિવ્યૂ વેબસાઇટ ‘ટોપ 10 વીપીએન ડોટ કોમ’ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે.

વર્ષ 2020માં 83 વખત અને વર્ષ 2019માં 106 વખત ઈન્ટરનેટ બેન કરવામાં આવ્યું. જેમાં છ વખત 24 કલાકથી વધારે સમય માટે પ્રતિબંધ લગાવેલો રાખવામાં આવ્યો. જ્યારે ચાર વખત તો 72 કલાક માટે પ્રતિબંધ લગાવેલો રાખવામાં આવ્યો.

(5:17 pm IST)