Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

છેલ્લા 3 વર્ષમાં વિઝા લઇને પાકિસ્‍તાન ગયેલા કાશ્‍મીરના 100 યુવકોનો અતોપતો નથીઃ આતંકી બન્‍યાની આશંકા

નવી દિલ્હી: પાછલા ત્રણ વર્ષમાં વિઝા લઈને પાકિસ્તાન ગયેલા કાશ્મીરના લગભગ 100 યુવાઓનો કોઈ અત્તો-પત્તો નથી. જેનાથી સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે. તેમને આશંકા છે કે, ક્યાંક આ યુવા આતંકી સંગઠનોના ચૂંગલમાં ફસાઈને સ્લીપર સેલના રૂપમાં કામ તો કરી રહ્યાં નથી. જેમાં કેટલાક યુવકો આતંકી ગતિવિધિઓમાં સામેલ થવાના પુરાવા મળ્યા છે.

સુરક્ષા એજન્સીઓએ અમૃતસરમાં વાઘા બોર્ડર અને નવી દિલ્હી એરપોર્ટ પરથી પણ અન્ય સંબંધિત અધિકારીઓએ આવા યુવાઓની જાણકારી મેળવી છે. 100 યુવકોમાંથી કેટલાક પરત આવ્યા છે પરંતુ તેઓ પણ ગાયબ છે. તેમની કોઈને પણ જાણકારી નથી. આ આશંકા તેટલા માટે કરવામાં આવી રહી છે કેમ કે, એપ્રિલમાં પાંચ આતંકવાદીઓને કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા. તેમાંથી એક સ્થાનિક યુવા વર્ષ 2018માં પાકિસ્તાન ગયા હતા, પરંતુ પરત ફર્યા નહતા.

સુરક્ષા એજન્સીઓને શક છે કે, આ યુવા સ્લીપર સેલનું કામ કરી રહ્યાં છે અને પાકિસ્તાનમાં બેસેલા પોતાના આકાઓના ઈશારા પર કામ કરી રહ્યાં છે. સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે, આ યુવા બે વર્ષ પહેલા પણ પાકિસ્તાન ગયા અને પરત ફર્યા હતા. સુરક્ષા એજન્સીઓએ તેમના સાથે પૂછપરછ કરી હતી. તેનાથી તેમને મુશ્કેલી પડી હતી પરંતુ સુરક્ષા માટે તે જરૂરી છે.

(5:18 pm IST)