Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

લગ્ન પ્રસંગમાં નવવધુના ગાલે હાથ અડાડતા જ વરરાજાએ કેમેરામેનને લાફો ઝીંકી દીધોઃ નવવધુ હસી-હસીને નીચે બેસી ગઇઃ સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

નવી દિલ્હી: લગ્ન પ્રસંગે દુલ્હા-દુલ્હનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. અનેકવાર તો એવા વીડિયો સામે આવે છે કે જે ખુબ મજેદાર હોય છે અને હસી હસીને પેટ દુખી જાય. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે હસવું રોકી નહીં શકો. લગ્ન પ્રસંગ દરમિયાન જ્યારે સ્ટેજ પર કેમેરામેન દુલ્હા-દુલ્હનના ફોટા પાડતો હતો ત્યારે અચાનક તેને જોરદાર લાફો પડી ગયો.

ફોટોશૂટ દરમિયાન ફોટોગ્રાફર દુલ્હનની નજીક જઈને તેના ચહેરાને પકડીને પોઝ બતાવવા લાગ્યો, ત્યારે જ બાજુમાં ઉભેલા દુલ્હાને ગુસ્સો આવ્યો અને તેણે ફોટોગ્રાફરને ફટાક દઈને તમાચો ઝીંકી દીધો. આ જોઈને દુલ્હન તો એવી જોરજોરથી હસવા લાગી કે તે સ્ટેજ પર પડી અને પગ વાળીને બેસી ગઈ. આ વીડિયો લોકોને  ખુબ પસંદ પડી રહ્યો છે.

કેટલાક લોકો વીડિયો જોઈને દુલ્હાના વર્તન પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયોને એક પ્રેન્ક વીડિયો પણ ગણાવી રહ્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં લાખોવાર જોવાઈ ચૂક્યો છે. મજેદાર કોમેન્ટ્સ પણ આવી રહી છે.

 

(5:19 pm IST)