Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પ્રધાનમંત્રી કિસાન યોજના પર મમતાનો પલટવાર : કહ્યું-2,5 લાખ ખેડૂતોના નામ મોકલ્યાં,પણ ન મળ્યાં રૂપિયા

રાજ્ય સરકાર કૃષક બંધુ સ્કીમમાં હવે છ હજાર આપશે :19 ઔદ્યોગિક પરિયોજનાઓની શરૂઆત કરશે જેમાં 72,000 કરોડ રૂપિયાનું રોકાણ હશે

કોલકતા : પ્રધાનમંત્રી  મોદી દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર પર કેન્દ્રની યોજનાઓનો લાભ રાજ્યની જનતાને ન આપવાનો આરોપ લગાવવાના બીજા દિવસે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પલટવાર કર્યો. મમતા બેનર્જીએ સોમવારે રાજ્ય વિધાનસભામાં કહ્યું કે, રાજ્ય સરકારે 2.5 લાખ ખેડૂતોના નામે પીએમ સન્માન નિધિ યોજના માટે મોકલ્યા હતા. અમે જાણવા માંગીએ છીએ કે તેમને અત્યાર સુધીમાં કોઈ રોકડ લાભ કેમ નથી આપવામાં આવ્યા.

મમતા બેનર્જીએ રાજ્ય વિધાનસભાને જણાવ્યું કે, રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી છ લાખ અરજદારોની યાદી સત્યાપન માટે મળી હતી, તેમાંથી 2.5 લાખ ખેડૂતોના નામ કેન્દ્રને કેન્દ્રના કલ્યાણ કાર્યક્રમમાં મદદ માટે મોકલવામાં આવ્યા હતા

 સદનમાં લેખાનુદાન રજુ કરતા મુખ્યમંત્રી બેનર્જીએ રાજ્યના ખેડૂતોને પોતાની કૃષક બંધુ યોજના માટે સહાયતા રકમ વધારીને છ હજાર રૂપિયા કરી દીધી. તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર રાજ્યમાં 19 ઔદ્યોગિક પરિયોજનાઓની શરૂઆત કરશે જેમાં 72,000 કરોડ રૂપિયાનું રોકાણ હશે અને તેનાથી 3.29 લાખ રોજગારની તકો પેદા થશે. વિધાનસભામાં પાંચ ફેબ્રુઆરીએ લેખાનુદાન રજુ કરવામાં આવ્યું હતું જેના પર ચર્ચા દરમિયાન ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો બેનર્જી જવાબ આપી રહ્યા હતા.

બંગાળના ખેડૂતોને પહેલા કૃષક બંધુ સ્કીમમાં રાજ્ય સરકાર 5000 રૂપિયા વાર્ષીક આપતા હતા, હવે આ રકમ વધારીને 6000 રૂપિયા કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પણ પીએમ સન્માન નિધિ અંતર્ગત આટલી જ રકમ દેશભરના પાત્ર ખેડૂતોને ત્રણ હપ્તામાં આપે છે. કેન્દ્ર સરકારની યોજનામાં નાના તેમજ સીમાંત કૃષકોને સન્માન નિધિ આપવામાં આવે છે.

(7:19 pm IST)