Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સેન્સેક્સ ૬૧૭ પોઈન્ટના ઊછાળા સાથે ૫૧૦૦૦ની વિક્રમી સપાટીએ

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે જોરદાર તેજી : ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂત સ્થિતિથી બજારની તેજીને વધુ વેગ મળ્યો, નિફ્ટીનો ૧૯૨ પોઈન્ટનો કૂદકો

મુંબઇ, તા. : શેરબજારોમાં છઠ્ઠા કારોબારી સત્રમાં તેજીનો દોર ચાલુ રહ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ સોમવારે ૬૧૭ પોઇન્ટના ઉછાળા સાથે પ્રથમ વખત ૫૧,૦૦૦ ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂત સ્થિતિ દ્વારા માર્કેટ રેલીને વેગ મળ્યો હતો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૬૧૭.૧૪ પોઇન્ટ એટલે કે .૨૨ ટકા વધીને રેકોર્ડ ૫૧,૩૪૮.૭૭ પર બંધ થયો છે. વેપાર દરમિયાન તે ૫૧,૫૨૩.૩૮ પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૧૯૧.૫૫ પોઇન્ટ એટલે કે .૨૮ ટકાની તેજી સાથે ૧૫,૧૧૫.૮૦ પોઇન્ટના ઉચ્ચતમ સ્તરે બંધ રહ્યો છે. વેપાર દરમિયાન તે ૧૫,૧૫૯.૯૦ પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. સેન્સેક્સ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા. તે લગભગ ટકા વધ્યો. ઉપરાંત બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, પાવરગ્રિડ, ઇન્ફોસીસ અને આઈસીઆઈસીઆઈ બેંકે પણ સારું પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ, જે શેરોમાં ઘટાડો થયો છે તેમાં એચયુએલ, કોટક બેંક, બજજ ફાઇનાન્સ, ઇન્ફોસીસ અને આઇટીસીનો સમાવેશ થાય છે. રિલાયન્સ સિક્યોરિટીઝના વ્યૂહરચના બાબતોના વડા વિનોદ મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક શેરબજારમાં તેજીકારોનો દબદબો છે અને બેંચમાર્ક ઈન્ડેક્સ સતત છઠ્ઠા દિવસે પણ યથાવત્ છે. તેમણે કહ્યું, હિંમતવાન સુધારાના આગમન સાથે, મૂડી ખર્ચમાં વધારાની વચ્ચે આર્થિક પુનરુત્થાનમાં ટકાઉ સુધારણાની સંભાવનાને મજબૂત બનાવવામાં આવી છે. રોકાણકારોના ભાવના પર આની સકારાત્મક અસર પડી છેએશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, હોંગકોંગનું હેંગસેંગ અને જાપાનની નિક્કી નોંધપાત્ર રીતે વધ્યા હતા. જ્યારે દક્ષિણ કોરિયાની કોસ્પી તૂટ્યો હતો. યુરોપના મુખ્ય બજારોમાં ફોરનન ટ્રેડિંગમાં સકારાત્મક વલણ હતું. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ .૭૬ ટકા વધીને ૬૦.૦૧ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.

આજે શરૂઆતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સેન્સેક્સમાં ટોપ ગેઈનર રહ્યો હતો. ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ તેના શેરમાં આજે ઈન્ટ્રા ડે .૭૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઉપરાંત, બજાજ ફિનસર્વે પણ આજે ૧૦ હજાર રુપિયાની સપાટી વટાવી દીધી હતી. આજે દોડનારા અન્ય શેર્સમાં ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, એક્સિસ બેંક, એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સનો પણ સમાવેશ થાય છેએચયુએલ, કોટક બેંક અને આઈટીસી રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. જોકે, એકદંરે માર્કેટમાં જોરદાર લેવાલીનો માહોલ જોવા મળી રહ્યો હતો. નિફ્ટીમાં આજે સૌથી વધુ ઉછળનારા શેર્સમાં શ્રી સિમેન્ટ, હિન્દાલ્કો ઉપરાંત ગેઈલ, અદાણી પોર્ટ્સ, વિપ્રો તેમજ ટાટા મોટર્સનો પણ સમાવેશ થાય છે. સિવાય ઈન્ફોએજે પણ આજે .૫૦ ટકાની છલાંગ લગાવી હતી. આજે બેંક શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. એસબીઆઈ, એક્સિસ, આઈસીઆસીઆઈ, ઈન્ડસઈન્ડ, એચડીએફસી, બેંક ઓફ બરોડાના શેર્સ આજે ૨થી .૯૧ ટકા જેટલા સુધર્યા છે. સિવાય અશોક લેલેન્ડમાં આજે .૩૪ ટકાનો, મધરસન સુીમાં .૩૩ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. એવિએશન શેર્સનું પર્ફોમન્સ પણ આજે સારું રહ્યું છે.

(7:49 pm IST)