Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઋષિ ગંગા પરની ઘટના ચિંતા અને ચેતવણીનો વિષય : ઉમા ભારતી

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની વ્યથા : ઉત્તરાખંડના સંવેદનશીલ વિસ્તારોમાં ગંગા અને તેની મુખ્ય નદીઓ પર પાવર પ્રોજેક્ટ ન બનવા જોઇએ : ઉમા ભારતી

ભોપાલ,તા. : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રૈણી ગામ પાસે ગ્લેશિયર તૂટવાની ઘટના અંગે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે ઘટના ચિંતા અને ચેતવણી બંનેનો વિષય છે. ઉમા ભારતીએ લખ્યું કે જોશીમઠથી ૨૪ કિલોમીટર દૂર, પૈંગ ગામ જિલ્લા ચમોલી ઉત્તરાખંડની ઉપર ગ્લેશિયર લપસવાથી ઋષિગંગા પર બનેલો પાવર પ્રોજેક્ટ જોરથી તૂટ્યો અને એક તબાહી લઈને આગળ વધી રહ્યો છે. હું ગંગા મૈયાને પ્રાર્થના કરું છું કે તેઓ બધાની રક્ષા કરેઉમા ભારતીએ લખ્યું કે કાલે હું ઉત્તરકાશીમાં હતી. આજે હરિદ્વારમાં પહોંચી છું. હરિદ્વારમાં પણ અલર્ટ જાહેર કરાઈ છે. એટલે કે તબાહી હરિદ્વાર સુધી આવી શકે છે. જે અકસ્માત હિમાલયમાં ઋષિ ગંગા પર થયો તે ચિંતા અને ચેતવણી બંનેનો વિષય છે.

હું જ્યારે મંત્રી હતી ત્યારે પોતાના મંત્રાલય તરફથી ઉત્તરાખંડના બંધો અંગે જે એફિડેવિટ આપી હતી તેમાં આગ્રહ કરાયો હતો કે હિમાલય એક ખુબ સંવેદનશીલ સ્થળ છે. આથી ગંગા અને તેની મુખ્ય સહાયક નદીઓ પર પાવર પ્રોજેક્ટ બનવા જોઈએઉમા ભારતીએ વધુમાં કહ્યું કે ગંગાની સહાયક નદીઓ પર પાવર પ્રોજેક્ટ બનવાથી ઉત્તરાખંડને ૧૨ ટકા વીજળીનું નુકસાન થાય છે. નેશનલ ગ્રિડથી ક્ષતિની ભરપાઈ કરવી જોઈએ. તેમણે ટ્વીટ કરી કે હું દુર્ઘટનાથી ખુબ દુઃખી છું. ઉત્તરાખંડ દેવભૂમિ છે. ત્યાંના લોકો ખુબ કપરું જીવન જીવીને તિબ્બત સાથે જોડાયેલી સરહદની રક્ષા માટે સજાગ રહે છે. હું તે બધાના રક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડના ચમોલી, જોશીમઠમાં ફેબ્રુઆરીના રોજ સવારે ગ્લેશિયર તૂટીને અલકનંદાની મુખ્ય સહાયક નદી ધૌલી ગંગામાં સમાઈ ગયો. જેનાથી નદીનું જળસ્તર અચાનક ખુબ વધી ગયું. નદીના પ્રવાહમાં ભીષણ ઉછાળો આવ્યો. ધૌલી ગંગા વિનાશક ગતિથી વહેવાની શરૂ થઈ અને તપોવનમાં ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટની સાથે તટ પર વસેલા અનેક ગામોને પણ ઝપેટમાં લઈ લીધા. ચમોલી પોલીસના જણાવ્યાં મુજબ ૨૦૨ લોકો ગુમ છે. અત્યાર સુધીમાં ૧૯ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે તપોવન ટનલમાં ફસાયેલા ૩૦માંથી ૧૬ લોકોને બચાવવામાં આવ્યા છે.

(7:50 pm IST)