Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ટ્રેકટર રેલીના દિવસથી ગૂમ થયેલો 27 વર્ષીય યુવાન હજુ સુધી લાપત્તા : પોલીસ પાસે અનેક વખત ફરિયાદ કરવા છતાં હજુ સુધી પોતાની ફરિયાદ નોંધાઈ નથી : હેબિયસ કોર્પ્સ હેઠળ યુવાનના પિતરાઈ ભાઈએ પિટિશન દાખલ કરી : યુવાનનો પત્તો લગાવવા પોલીસને દિલ્હી હાઇકોર્ટનો આદેશ

ન્યુદિલ્હી : દિલ્હીમાં છેલ્લા બે માસ ઉપરાંત સમયથી કેન્દ્રના કૃષિ ધારા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ટ્રેકટર રેલીના દિવસથી ગૂમ થયેલો 27 વર્ષીય યુવાન બલજીત હજુ સુધી લાપત્તા છે.તેથી યુવાનના પિત્રાઇ ભાઈએ  હેબિયસ કોર્પ્સ હેઠળ પિટિશન દાખલ કરી છે.જેના અનુસંધાને દિલ્હી હાઇકોર્ટએ પોલીસને યુવાનનો પત્તો લગાવવાનો આદેશ આપ્યો છે.

પિટિશનમાં જણાવાયા મુજબ ટ્રેકટર રેલી પુરી થયા પછી પોતાનો પિતરાઈ ભાઈ પરત નહીં આવતા તેણે આજુબાજુના તમામ વિસ્તારોમાં તપાસ કરી હતી.પરંતુ હજુ સુધી તેનો ક્યાંય પત્તો લાગ્યો નથી.તેથી તેણે યુવાન ગૂમ થયો છે.તેવી ફરિયાદ દિલ્હી પોલીસને અનેક વખત કરવા છતાં હજુ સુધી તેની ફરિયાદ લેવામાં આવી નથી .પિટિશનરે કહ્યા મુજબ પોતાના પિતરાઈ ભાઈનો કોઈપણ પ્રકારનો ક્રિમિનલ રેકોર્ડ નથી.

નામદાર કોર્ટએ વધુ સુનાવણી માટે 9 ફેબ્રુઆરીની મુદત નક્કી કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:56 pm IST)