Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

લોકસભામાં ભાજપના સાંસદ લોકેટ ચેટરજીએ કહ્યું - પશ્ચિમ બંગાળને નહી બનવા દઈએ ઇસ્ટ પાકિસ્તાન

નવી દિલ્હી : ભાજપ  સાંસદ લોકેટ ચેટર્જીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની તૃણમુલ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળને ઇસ્ટ પાકિસ્તાન નહી બનવા દઈએ. પશ્ચિમ બંગાળમાં કોરોના વેક્સિનની ચોરી થઈ રહી છે. રાજ્ય સરકાર ઘરે ઘરે એક પત્ર મોકલી રહી છે કે રાજ્ય સરકાર વેક્સિન મફતમાં અપાઈ રહી છે. પણ પશ્ચિમ બંગાળમાં કોરોના વેક્સિન પહોંચતા જ વેક્સિનના વાહનોને તૃણમુલના કાર્યકરો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. મમતા સરકાર ‘રસી ચોર, કોલસો ચોર, મમતા સરકાર’ છે. તૃણમુલ નેતાઓએ પશ્ચિમ બંગાળમાં રામ-સીતાનું અપમાન કર્યું છે.લોકેટ  ચેટર્જીએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.

   ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ લોકસભામાં કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું એટલું સરળ હોત તો આઝાદીના 70 વર્ષ પછી પણ અમારી સરકારને આ કામ ન કરવું પડ્યું હોત. દરેક માટે બેંક ખાતા ખોલાવવાનું ખૂબ જ સરળ હોત તો આજે અમારી સરકારે આ કામ ન કરવું પડ્યું હોત. ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટે દેશમાં ફાઇબર ઓપ્ટિક્સ લાવવામાં આવી રહ્યા છે. વડપ્રધાન મોદીએ દેશની મહિલાઓને સન્માન આપવા કામ કર્યું છે. ઉજ્જવલા યોજના દ્વારા ગેસ સિલિન્ડર આપ્યા તેમજ મહિલાઓને લગતા ગુનાઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

(8:14 pm IST)