Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

' પ્રાઇવેટ સ્કૂલો દ્વારા લેવાતી ફી અંગે વાલીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો : કોરોના કાળ દરમિયાન પણ પ્રાઇવેટ સ્કૂલોને 100 ટકા ફી ચૂકવવાનો આદેશ : રાજસ્થાન હાઇકોર્ટના 70 ટકા ફી વસૂલવાના આદેશને રદ કર્યો : વાલીઓ 6 હપ્તામાં ફી ભરી શકશે તેવી રહેમ કરી

ન્યુદિલ્હી : કોરોના કાળ દરમિયાન પણ પ્રાઇવેટ સ્કૂલોને 100 ટકા ફી ચૂકવવાનો સુપ્રીમ કોર્ટએ આદેશ કર્યો છે. જે 5 માર્ચથી ચુકવવાની રહેશે . તથા 2019-20 ના નક્કી કરેલા દર મુજબ ભરવાની રહેશે.ત્યાર પછીનો વધારો લાગુ પડશે નહીં. સાથોસાથ 100 ટકા ફી ભરી નહીં શકનાર સ્ટુડન્ટ્સને સ્કૂલમાંથી બરતરફ કરી શકાશે નહીં તેવો પણ આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે   રાજસ્થાન હાઇકોર્ટએ   આ સમયગાળા દરમિયાન 70 ટકા ફી વસૂલવાના આદેશઆપ્યો હતો. જે રદ કરવામાં આવ્યો છે. અલબત્ત આ ફી વાલીઓ 6 હપ્તામાં ફી ભરી શકશે તેવી રહેમ કરતો આદેશ આપ્યો છે. આમ ' પ્રાઇવેટ સ્કૂલો દ્વારા લેવાતી ફી અંગે વાલીઓને સુપ્રીમ કોર્ટએ ઝટકો આપ્યો છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)