Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઉત્તરાખંડના ગ્લેશિયર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળ્યા : 180 લોકો હજુ લાપતા

સુરંગ નંબર 2માં ભારે કાદવ અને કીચડના કારણે રેસ્ક્યૂ ટીમને પરત ફરવું પડ્યું : વિશેષ કેમેરા, સ્નિફર ડૉગની સાથે અંદર જવાના પ્રયાસ

ઉત્તરાખંડના ગ્લેશિયર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ 180 લોકોની શોધખોળ ચાલી રહી છે

તોપવન સુરંગ નંબર 2માં ભારે કાદવ અને કીચડના કારણે અંદર જઇ રહેલી રેસ્ક્યૂ ટીમને પરત ફરવું પડ્યું છે. આ ટીમ વિશેષ કેમેરા, સ્નિફર ડૉગની સાથે અંદર જવાના પ્રયાસ કરી રહી હતી. ઑક્સીજન સિલિન્ડરથી સજ્જ આ ટીમની ભારે મહેનત બાદ 100 મીટરથી આગળ ન જઇ શકી. ત્યારબાદ આ ટીમને પરત ફરવું પડ્યું. હવે મશીનો દ્વારા કાદવ અને કાટમાળને સાફ કરવામાં આવી રહ્યો છે.

(8:57 pm IST)