Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

શેરબજારમાં તોફાની તેજીથી રોકાણકારોની સંપત્તિમાં 16.70 લાખ કરોડનો જંગી વધારો

છ દિવસમાં BSE સેન્સેક્સ 5,063 પોઇન્ટ એટલે કે 10.93 ટકા મજબુત થયો

શેર બજારમાં સોમવારે સતત 6ઠ્ઠા ટ્રેડિંગ સત્રમાં પણ તેજી જોવા મળી, તેનાથી રોકાણકારોની સંપત્તીમાં 16.70 લાખ કરોડની વૃધ્ધી થઇ છે, BSEનો ઇન્ડેક્સ સેન્સેક્સ 617.14 પોઇન્ટ એટલે કે 1.22 ટકાનાં ઉછાળા સાથે રેકોર્ડ 51,348.77 પોઇન્ટ પર બંધ થયો, ટ્રેડિંગ દરમિયાન તેમાં 51,523.38 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો, બજારમાં 1 ફેબ્રુઆરીએ રજુ થયેલા બજેટનાં દિવસથી તેજી જોવા મળી રહી છે.

1 ફેબ્રુઆરીથી BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 16,70,154.05 કરોડ રૂપિયા વધીને 2,02,82,798.08 કરોડ રૂપિયાનાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયું, આ દરમિયાન BSE સેન્સેક્સ 5,063 પોઇન્ટ એટલે કે 10.93 ટકા મજબુત થયો છે, BSE માં લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયાનો આંકડો છેલ્લે 28 નવેમ્બર 2014નાં દિવસે વટાવ્યો હતો.

કોરોના સંકટકાળમાં પણ વિદેશી રોકાણકારોનો ભારતીય શેરબજાર પ્રત્યે આકર્ષણ અકબંધ રહ્યુ છે જેને પગલે અગ્રણી સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)નું શેરહોલ્ડિંગ ડિસેમ્બર 2020ના અંતે વધીને 22.74 ટકાના સ્તરે પહોંચી ગયુ છે. જે છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઉંચુ FPI હોલ્ડિંગ છે. નોંધનિય છે કે, ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા ચાલુ નાણાંકીયના ત્રીજા ક્વાર્ટર દરમિયાન ભારતીય શેરબજારમાં 1.42 લાખ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ આવ્યુ છે

(9:05 pm IST)