Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

બોમ્બ નિરોધક ટુકડીમાં સામેલ પોલીસ કર્મીઓનો રૂ,40 લાખનો વીમો અપાશે

પોલીસ વડામથકે વીમા કંપનીઓના ટેન્ડર માટે આમંત્રિત કર્યા

નવી દિલ્હી :બોમ્બ નિરોધક ટુકડીમાં સામેલ પોલીસ કર્મીઓનો, 40 લાખનો વીમો થશે. પોલીસ વડામથકે આ માટે, વીમા કંપનીઓના ટેન્ડર માટે આમંત્રિત કર્યા છે.

 

 સુત્રોના જણાવ્યા મુજબ, 'નવો વીમો 1 એપ્રિલથી લાગુ થશે. બોમ્બ નિકાલની ટુકડીના કુલ 61 સભ્યોને, આ વીમાનો લાભ મળશે. નક્સલ અભિયાનમાં સામેલ જવાનો અને અધિકારીઓ માટે વીમાની જોગવાઈ પહેલાથી જ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડના સભ્યો પણ પોતાના જીવના જોખમ પર પોતાની ફરજ બજાવતા હોય છે. તેથી તેમના માટે પણ વીમો અનિવાર્ય છે.'

(11:03 pm IST)