Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કોરોના રોગચાળા દરમિયાન ગંગામાં ભારે ધાતુના પ્રદૂષણમાં 50 ટકાનો ઘટાડો થયો

નવી દિલ્હી :કોરોના રોગચાળા દરમિયાન, ગંગામાં ભારે ધાતુના પ્રદૂષણમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. લોકડાઉન દરમિયાન કાનપુરના ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકો દ્વારા, મોટી નદીઓના પાણીમાં માનવ ગતિવિધિ ઓની રાસાયણિક અસરોના અભ્યાસમાં, આ વાત બહાર આવી છે. આ સમય દરમિયાન, વૈજ્ઞાનિકો એ ગંગાના પાણીમાં દરરોજ થતા રાસાયણિક ફેરફારો પર બારીકાઇથી નજર રાખવામાં આવી હતી. આ અંગે ભેગો કરવામાં આવેલ માહિતીનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ હતુ.

અધ્યયનમાં ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા કચરાના પાણીમાં, ઘટાડો થતાં ગંગાના પાણીમાં ભારે ધાતુથી થતા પ્રદૂષણમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ તેનાથી વિપરિત ખેતી અને ઘરોમાંથી વહેતા ગંદા પાણીમાં, નાઈટ્રેટ અને ફોસ્ફેટ જેવા પ્રદૂષકોની માત્રા ગંગામાં વધુ કે ઓછા પ્રમાણમાં જોવા મળી હતી. આ અભ્યાસ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) અને યુએસ વિદેશ વિભાગના દ્વિપક્ષીય સંગઠન ઇન્ડો-યુએસ વિજ્ઞાન અને તકનીકી મંચ (આઇયુએસટીએફ) ના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો.

"પર્યાવરણીય વિજ્ઞાન અને તકનીકી લેટર્સ" જર્નલ દ્વારા આ અભ્યાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તે ભારે ધાતુ જેવા પ્રદૂષકોની સાથે ગંગાના પાણીમાં થતા રાસાયણિક ફેરફારો બતાવે છે. તે ગંગા સહિત વિશ્વની અનેક મોટી નદીઓ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત છે. આમાં મોટી નદીઓની જળ ગુણવત્તા પર હવામાન પરિવર્તન અને માનવ પ્રવૃત્તિઓની અસરોને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અભ્યાસ અહેવાલ જર્નલના મુખ્ય પૃષ્ઠ પર મૂકવામાં આવ્યો છે.

(1:02 am IST)