Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

૧ ટ્રીલીયન રૂપિયાના ૫૦૦ કેસોનું નિરાકરણ લાવવાનો ઉદ્દેશ

ઓએનજીસી અને નેશનલ હાઇવે ઓથોરીટી સામે છે સૌથી વધારે કેસ : વિવાદ સે વિશ્વાસ-૨ યોજના

નવી દિલ્‍હી તા. ૮ : અધિકારીઓ અનુસાર કેન્‍દ્ર સરકાર નવી વોલન્‍ટરી સેટલમેન્‍ટ યોજના હેઠળ લગભગ ૧ ટ્રીલીયન રૂપિયાના ૫૦૦ જેટલા કેસોનું નીરાકરણ લાવવા માંગે છે. આ કેસો ખાનગી પાર્ટીઓ દ્વારા સરકારની વિવિધ એજન્‍સી સામે કોન્‍ટ્રાકટની શરતોમાં ડીસપુટના કારણે છે.

આ વખતના બજેટમાં લાંબાસમયથી ચાલી રહેલા કેસો જેમાં આર્બીટ્રેશન ઓર્ડર અપાઇ ગયા પછી કોઇ પણ કોર્ટમાં ગયા હોય તેવા કેસોનું નિરાકરણ લાવવા વિવાદ સે વિશ્વાસ-૨ યોજનાની ભલામણ કરવામાં આવી છે.

સરકારની ઓઇલ એન્‍ડ નેચરલ ગેસ (ઓએનજીસી) અને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા (એનએચએઆઇ) જેવી સંસ્‍થાઓના ખાનગી કોન્‍ટ્રાકટરો સાથે વાંધાઓના ઘણાં કેસો છે.

એક સીનીયર સરકારી અધિકારીએ કહ્યું ‘સરકાર ટુંક સમયમાં એક ડ્રાફટ સ્‍કીમ તૈયાર કરીને હિતાર્થીઓ પાસેથી સૂચનો મંગાવશે. તેમની પાસેથી સૂચનો અને ફીડબેક મળ્‍યા પછી ફાઇનલ શરતો નક્કી કરીને આ યોજના અમલમાં મૂકાશે.'

આ અધિકારી અનુસાર પ્રાથમિક અંદાજ મુજબ ૫૦૦ જેટલા કેસ છે જેમાં આર્બીટ્રેશન એવોર્ડને કોર્ટમાં પડકારવામાં આવ્‍યા હોય. આ કેસોમાં અટવાયેલી રકમ ઘણી બધી મોટી છે. આ સેટલમેન્‍ટ સ્‍કીમનો ઉદ્દેશ આવા કેસોનું નિરાકરણ લાવવાનો છે.

 

(10:45 am IST)