Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ભાજપ માટે સરળ નહીં હોય ૨૦૨૪ની રાહ

કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કોંગ્રેસની સીટોમાં વધારો થવાની વકી

નવી દિલ્‍હી,તા.૮: ભાજપ માટે વર્ષ ૨૦૨૪માં થનારી લોકસભાની ચૂંટણીની રાહ એટલી સરળ નહીં હોય, કેમ કે કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે. વળી, આ વર્ષે રાજયોની વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે, જેનાં પરિણામોની અસર લોકસભાની ચૂંટણી પણ થવાની છે. જોકે કોંગ્રેસના નેતૃત્‍વવાળા UPA ગઠબંધનની ૬૨થી વધુ સીટો મળશે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કોંગ્રેસની સીટોમાં વધારો થવાની વકી છે. UPAના મત ટકાવારી અને બેઠકો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વધી શકે છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ કોંગ્રેસને ફરીથી જીવતી કરી છે. કોંગ્રેસે અનેક લોકોને વ્‍યાપક સ્‍તરે જોડ્‍યા છે. હવે તેમને કોગ્રેસમાં આશાનું કિરણ નજરે ચઢી રહ્યું છે.

જાન્‍યુઆરીમાં સી વોટર અને ઇન્‍ડિયાના સર્વે મુજબ NDAને ૪૩ ટકા વોટ શેર મળશે. UPAને ૩૦ ટકા અને અન્‍યને ૨૭ ટકા મતો મળવાનો અંદાજ છે. આ આંકડા સાચા સાબિત થશે તો ભાજપ માટે મુશ્‍કેલીઓમાં વધારો થશે.

જો આજે ચૂંટણી થાય તો કોંગ્રેસના નેતૃત્‍વવાળા UPAને ૧૫૩ બેઠકો મળી શકે છે. આ આંકડો ભાજપને પસંદ નહીં આવે. આ સર્વેમાંથી શીખ લઈને ભાજપે ચૂંટણીની વ્‍યૂહરચના તૈયાર કરી શકે. બીજી બાજુ, ભાજપ વિરુદ્ધ વિરોધ પક્ષો એકસાથે આવીને લડે એવી વકી છે. વિરોધ પક્ષો ભાજપથી આભડછેટ રાખી રહ્યા છે અને વિરોધ પક્ષોની એક જ નેમ છે કે યેનકેનપ્રકારણે ભાજપને લોકસભાની ચૂંટણીમાં જીતવાથી રોકવો અથવા બહુમતી લાવવામાંથી અટકાવવો.(

(11:10 am IST)