Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સ્‍મૃતિ ઇરાનીની પુત્રી કાલે ૫૦૦ વર્ષ પ્રાચીન શાહી કિલ્લામાં લેશે સાત ફેરા

૨ દિવસ અલગ અલગ વિધિઓ યોજાશે : વીવીઆઇપીઓ હાજર નહિ રહે

જયપુર તા. ૮ : રાજસ્‍થાનના નાગૌર જિલ્લાનો ખીંવસર ફોર્ટ ફરી એક વખત ચર્ચામાં છે કારણ કે કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઈરાની અને જુબીન ઈરાનીની દીકરી શેનેલ ઈરાનીની અર્જુન ભલ્લા સાથે આ જ કિલ્લામાં લગ્ન થવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે લગ્નના આયોજન માટે ખિંવસર કિલ્લો ૭મી, ૮મી અને ૯મી ફેબ્રુઆરી સુધીના ત્રણ દિવસ માટે બુક કરવામાં આવ્‍યો છે. સાથે જ સ્‍મૃતિ ઈરાનીની પુત્રીના લગ્ન માટે ખિંવસર કિલ્લાને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસ સુધી આ કિલ્લામાં ૩ડી લાઈટ અને સાઉન્‍ડ સાથે નાચ-ગાન અને બધી જ લગ્નની વિધિઓ કરવામાં આવશે. આ સાથે જ બારાત અને ફેરા માટે પણ ખાસ સજાવટ કરવામાં આવી રહી છે.

કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ અને ઝુબિન ઈરાનીની પુત્રી શેનલ ઈરાની અર્જુન ભલ્લા સાથે લગ્ન કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ લગ્નનો કાર્યક્રમ ખૂબ જ ખાનગી રાખવામાં આવ્‍યો છે, માત્ર પરિવારના સભ્‍યો એન નજીકના મિત્રોને જ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્‍યું છે. સાથે જ આ લગ્નમાં કોઈ મોટા વીવીઆઈપીના આગમનની પુષ્ટિ પણ થઈ નથી.

શનીલ ઈરાની ઝુબિન ઈરાનીની પહેલી પત્‍નીની પુત્રી છે અને તે જ સમયે સ્‍મૃતિ અને ઝુબિન ઈરાનીને બે બાળકો છે, જોર અને જોઈશ. શેનલ ઈરાનીએ તેના જીવનને છુપાવી રાખ્‍યું છે, તેથી તેના વિશે વધુ માહિતી મળી નથી.

મારવાડથી જોધપુર આવી રહેલ મહારાજા રાવ જોધાના આઠમા પુત્ર જેઓ તેમની સેના સાથે મુઘલ યુદ્ધ લડવા માટે ખીવંસર પહોંચ્‍યા હતા, તે સમય દરમિયાન ખિંવસાર નાગૌર જિલ્લાના જોધપુરના તત્‍કાલીન રાજા હેઠળ હતું. તે સમયે ૧૫૨૩માં ખિંવસર કિલ્લાનું નિર્માણ થયું હતું. હાલ આ દિવસોમાં ખિંવસર કિલ્લો રાજસ્‍થાન સરકારના ભૂતપૂર્વ મંત્રી ગજેન્‍દ્ર સિંહ ખિંવસરની માલિકીનો છે

(3:33 pm IST)