Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

૧૨ શહેરમાં લોન્‍ચ કરાશે QR કોડ-આધારિત સિક્કા વેન્‍ડિંગ મશીન

મુંબઈ, તા.૮: ભારતીય રિઝર્વ બેન્‍ક દેશમાં ૧૨ શહેરમાં QR કોડ-આધારિત કોઈન વેન્‍ડિંગ મશીન લોન્‍ચ કરવાની છે.

આ વેન્‍ડિંગ મશીન બેન્‍કનોટ (ચલણી નોટો)ની ફિઝીકલ ચૂકવણીને બદલે યૂપીઆઈનો ઉપયોગ કરીને ગ્રાહકના ખાતામાં ડેબિટ સામે સિક્કા વિતરીત કરશે.

આ યોજના શરૂ થયા બાદ દેશમાં સિક્કાઓની તંગી દૂર થશે. કોઈ પણ વ્‍યક્‍તિ એક કયૂઆર કોડને સ્‍કેન કરીને અને યૂપીઆઈ મારફત પેમેન્‍ટ કરીને કોઈન વેન્‍ડિંગ મશીનમાંથી સિક્કા કાઢી શકશે. આ વેન્‍ડિંગ મશીન બેન્‍કનોટને બદલે યૂપીઆઈ સુવિધાનો ઉપયોગ કરીને ગ્રાહકના ખાતામાંથી રકમ લેશે અને તેને એટલી જ કિંમતના સિક્કા વિતરીત કરશે. આ મશીનો શરૂ કરવાનો હેતુ દેશમાં સિક્કાનાં વિતરણને વધારવાનો છે. હાલ આ કોઈન વેન્‍ડિંગ મશીનોને રેલવે સ્‍ટેશનો, શોપિંગ મોલ, બજાર-સ્‍થળો જેવા જાહેર સ્‍થળોએ મૂકવામાં આવશે, જેથી વધુ લોકો એનો આસાનીથી ઉપયોગ કરી શકે.

(4:12 pm IST)