Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

અમેરિકાના નેવીન્ગટનમાં આવેલી ' વલ્લભઘામ હવેલી ' માં રસીકરણ ઝુંબેશ ચાલુ : 18 એપ્રિલથી શરૂ કરાયેલ ઝુંબેશ દર રવિવારે ચાલુ રહેશે : 18 વર્ષથી વધુ વયના તેમજ વીમો નહીં ધરાવતા લોકો પણ લાભ લઇ શકશે : અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી : 6 ડોક્ટરો , 4 નર્સો , 5 ફાર્માસિસ્ટ, ઉપરાંત એક ડઝનથી વધુ સ્વયંસેવકો કોમ્યુનિટી સેવા માટે ખડે પગે હાજર

દિપ્તીબેન જાની દ્વારા , નેવીન્ગટન : અમેરિકાના નેવીન્ગટનમાં આવેલી ' વલ્લભઘામ હવેલી ' માં રસીકરણ ઝુંબેશ ચાલુ  કરવામાં આવી છે. 18 એપ્રિલથી શરૂ કરાયેલ ઝુંબેશ દર રવિવારે ચાલુ રહેશે . 18 વર્ષથી વધુ વયના તેમજ વીમો નહીં ધરાવતા લોકો પણ લાભ લઇ શકશે . આ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી . 6 ડોક્ટરો , 4 નર્સો , 5  ફાર્માસિસ્ટ,  ઉપરાંત એક ડઝનથી વધુ  સ્વયંસેવકો કોમ્યુનિટી સેવા માટે ખડે પગે હાજર રહે છે. વેક્સીન આપવાનો સમય દર રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

પુખ્ત વયના લોકો કે જેઓ કોવિડ -19 સામે રસી લેવાની ઇચ્છા રાખે છે તેમને આગામી રવિવારે સવારે વલ્લભધામ મંદિરની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

 26 ચર્ચ સ્ટ્રીટ , નેવીન્ગટનમાં આવેલી આ હવેલી   હિન્દુ સભ્યોમાં જાણીતું નામ  છે, નજીકના ભવિષ્ય માટે દર રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રસીકરણ ક્લિનિક્સનું આયોજન કરે છે.

ચર્ચ સ્થાપક શ્રી રાજીવ દેસાઇએ મંગળવારે જણાવ્યું હતું કે, અમે 18 મી એપ્રિલે શરૂઆત કરી હતી અને સમુદાયને કોવિડ મુક્ત ન કરીએ ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. અમે આ મુશ્કેલ સમયમાં સમુદાયને કંઈક અર્થપૂર્ણ  આપવા માંગીએ છીએ."

 વલ્લભધામ સમુદાય અને કનેક્ટિકટના વૈષ્ણવ પરિવાર દ્વારા પ્રાયોજિત  આ વેક્સીન સેન્ટર માટે બ્રાસ મિલ ફાર્મસી તથા ઉર્મિસરોજ ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ સાંપડ્યો છે.પ્રથમ અને બીજા ડોઝ ઉપલબ્ધ છે; જે માટે અગાઉથી કોઈ એપોઇન્ટમેન્ટ જરૂરી નથી . તમામનું સ્થળ ઉપર સ્વાગત છે. જે લોકો સમય પહેલાં રજીસ્ટર થવાની ઇચ્છા રાખે છે તેઓ vallabhdham.org/vaccination.ની મુલાકાત લઈને આવું કરી શકે છે.

 રસી મેળવવા ઇચ્છુક વ્યક્તિ  18 કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ. જો તેઓ સક્ષમ હોય તો ફોટો આઈડી કાર્ડ અને વીમાનો પુરાવો લાવવો જોઈએ. જેઓ પાસે  વીમો ન હોય તેઓ પણ લાયક રહેશે.

શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે  અમે એવા લોકોને રસી આપી રહ્યા છીએ કે જેમની પાસે વીમો પણ નથી. "અમારું લક્ષ્ય સમગ્ર સમુદાયને વાયરસ મુક્ત બનાવવાનું છે."

આ મંદિર, જેનું ઉદઘાટન વર્ષ 2016 માં કરવામાં આવ્યું હતું, તે ઉત્તર અમેરિકાની પ્રથમ હાથથી નિર્મિત હવેલી  છે અને વૈષ્ણવ-હિન્દુઓ માટે એકત્રિત થવાનું સ્થળ છે.

હજુ પણ ઘણાં  સ્થાનિક રહેવાસીઓ છે જે રસી લેવા માગે છે પરંતુ  નોંધણી કેવી રીતે કરવી તે જાણતા નથી, તબીબી કવરેજ નથી ધરાવતા અથવા અન્ય કોઈ એવા  સંજોગો છે જે તેમને મુલાકાત સુરક્ષિત કરવામાં અસમર્થ બનાવે છે.

શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, ઘણા લોકો પરિવારને જોવા વિઝિટર વિઝા પર આ દેશમાં આવ્યા હતા અને હવે કોવિડને કારણે અહીં અટવાઈ ગયા છે. "તેઓ ક્યાંય પણ રસી મેળવી રહ્યા નથી." જે તમામ માટે અમારા દ્વાર ખુલ્લા છે.તેવું એન.બી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:00 pm IST)