Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ગુજરાતને કેન્દ્ર તરફથી પૂરતો ઓક્સીઝન મળતો નથી : સુપ્રીમકોર્ટમાં રાજ્યસરકારના સોગંદનામામાં ઉલ્લેખ

ગુજરાતને 975 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન નથી મળતો નથી : ચીફ સેક્રેટરી અનિલ મુકિમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું

નવી દિલ્હી :કોરોનાની સ્થિતિ મુદ્દે ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં કેન્દ્ર તરફથી પુરતો ઓક્સિજન ન મળતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાતને 975 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન નથી મળતો ન હોવાની વાત ગુજરાત સરકારે કરી છે. સાથે સરકારે કહ્યું કે, ઓક્સિજનના અભાવે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર થતી નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યોમાં સરકારોની કામગીરીને લઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નજર રાખી રહી છે. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટમાં જાહેર કરેલા સોગંદનામામાં કેટલાક ખુલસા થયા છે. જેમાં ગુજરાત સરકારે કહ્યું કે, કોરોના સંક્રમણની ચેઈન તોડવા રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો લાગૂ કર્યા છે. સાથે હોસ્પિટલોમાં એડમિશન માટેની યુનિફોર્મ પોલિસી દાખલ કરી છે.

આ સાથે સરકારે પોતાની કામગીરી દર્શાવી કે, રાજ્યમાં અત્યાર સુધી 1.28 કરોડ રસીના ડોઝ અપાયા. સાથે ઓફલાઇન રજિસ્ટ્રેશન હાલ વ્યવસ્થા નહીં હોવાની પણ ગુજરાત સરકારની કબૂલાત કરી છે. ડિજિટલ પ્લેટફોર્મ સિવાય રજિસ્ટ્રેશન માટે હાલ કોઈ વ્યવસ્થા ન હોવાનો ખુલાસો થયો છે. અને સાથે દાવો પણ કર્યો છે કે, રાજ્ય સરકાર ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા ઉભી કરશે. સોગંદનામામાં જણાવ્યું કે, આગામી 6 મેની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કોવિશિલ્ડના 3,95,920 ડોઝ ઉપલબ્ધ થશે. અને કોવેકસીનના 2,00,490 ડોઝ ઉપલબ્ધ છે.

(9:53 am IST)