Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કયારે શાંત થશે કોરોના ? ૨૪ કલાકમાં ૪૧૮૭ને ભરખી ગયો

દેશભરમાં કોરોનાનો પ્રકોપ યથાવતઃ કેસ અને મૃત્યુઆંક વધતા જાય છેઃ ૨૪ કલાકમાં ૪૦૧૦૭૮ નવા કેસ નોંધાયા : દેશમાં કુલ કેસ ૨૧૮૯૨૬૭૬: કુલ મૃત્યુઆંક ૨૩૮૨૭૦: એકટીવ કેસ ૩૭૨૩૪૪૬: કુલ રસીકરણ ૧૬૭૩૪૬૫૪૪

નવી દિલ્હી, તા. ૮ :. કોરોના વાયરસનો કહેર એકધારો ચાલુ જ છે. રોજેરોજ કેસ અને મૃત્યુ વિક્રમ નોંધાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૧૮૭ લોકોને તે ભરખી ગયો છે. આ દરમિયાન નવા ૪૦૧૦૭૮ કેસ સામે આવ્યા છે.

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ કેમેય કરીને ઘટતો નથી. ૨૫ દિવસ પહેલા જ્યારે રોજ ૧૦૦૦ના મોત થતા હતા તે હવે ૪૦૦૦ની ઉપર પહોંચી ગયા છે. ૧૩ એપ્રિલે મોતનો આંકડો ૧૦૦૦ ઉપર હતો, ૨૦ એપ્રિલે ૨૦૦૦થી વધુ અને ૨૭ એપ્રિલ ૩૦૦૦ને પાર કરી ગયો હતો.

હાલ દેશમાં ૩૭૨૩૪૪૬ એકટીવ કેસ છે. કુલ કેસની સંખ્યા ૨૧૮૯૨૬૭૬ છે. જ્યારે રીકવર થયેલા દર્દીઓની સંખ્યા ૧૭૯૩૦૯૬૦ છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૨૩૮૨૭૦ લોકોના મોત થયા છે.

અત્યાર સુધીમાં કુલ ૩૦૦૪૧૦૦૪૩નુ  ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે. ગઈકાલે ૧૮૦૮૩૪૪નંુ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ. જ્યારે રસીકરણની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ૧૬૭૩૪૬૫૪૪ લોકોને રસી આપવામાં આવી છે.

દેશમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં એકટીવ કેસ ૬૫૭૦૧૯ છે. જ્યારે ૪૯૯૬૭૫૮ કુલ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૭૪૪૧૩ લોકોના મોત થયા છે.

(11:07 am IST)