Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોના વાયરસથી બચવા માટે આયુષ મંત્રાલયે જણાવ્યા આયુર્વેદિક નુસખા

નવી દિલ્હી, તા.૮: કોરોનાના નિયમોનું પાલન કરવાની સાથે થોડાક આવા ઉપચાર પણ કરશો તો ઈમ્યૂનિટી વધશે અને કોરોનાને હરાવી શકશો.

હેલ્થ એકસપર્ટ્સનું માનવું છે કે કોરોના વાયરસથી બચવા માટે કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવાની સાથે સાથે ઈમ્યુનિટી વધારવાને પણ મહત્વ આપવું જોઈએ. આમ તો દેશના લાખો લોકો પોતાની રીતે ઈમ્યુનિટી વધારવાના વિવિધ નુસખાઓ અજમાવી રહ્યા છે. અમુક લોકો ફાર્મસી પ્રોડકટ્સનો ઉપયોગ કરી રહ્યા છે તો અમુક દેસી નુસ્ખા અપનાવી રહ્યા છે. આયુષ મંત્રાલય દ્વારા પણ કોરોનાની બીજી લહેરથી બચવા માટે અમુક કુદરતી નુસખા જણાવ્યા છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આયુષ મંત્રાલયે કોવિડ ૧૯ના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે આયુષ ૬૪ નામની આયુર્વેદિક દવાની જાણકારી આપી હતી. હવે મંત્રાલય તરફથી ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે અમુક આયુર્વેદિક ઉપચાર જણાવવામાં આવ્યા છે. આ ઉપચાર નીચે મુજબ છે.કોરોનાથી બચવા માટે આખો દિવસ નવશેકું પાણી પીઓ.

રાંધતી વખતે મસાલાઓમાં હળદર, જીરું, સુકા આદુ અને લસણનો ઉપયોગ કરો. દરરોજ એક આંબળુ ખાઓ. ગરમ પાણીમાં એક ચપટી હળદર અને મીઠું નાખીને કોગળા કરો. બહારનું ભોજન લેવાનું ટાળો અને તાજા ખોરાકનું સેવન કરો જે સરળતાથી પચી જાય. દરરોજ ૩૦ મિનિટ યોગ, પ્રાણાયામ અને મેડિટેશનની પ્રેકિટસ કરો. રાતે સાતથી આઠ કલાકની ઉંઘ લો અને દિવસના સમયે સુવાનું ટાળો.

ખાલી પેટ ગરમ પાણી સાથે ચ્યવનપ્રાશનું સેવન કરો. ૧૫૦ મિલિલીટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર મિકસ કરો, દિવસમાં એકથી બે વાર પીઓ.અશ્વગંધાની ગોળીઓનું ગરમ પાણી સાથે સેવન કરો.દરરોજ ઉકાળો પીઓઃ દરરોજ હર્બલ ટી અથવા શંખનાદ ઉકાળાનું સેવન કરો. ઉકાળો બનાવવા માટે તુલસી(ચાર પત્ત્।ા), તજ(૨ ટુકડા), કલોંજી(૨ ભાગ), કાળા મરી(૧ ભાગ) મિકસ કરો. ૧૫૦ મિલિલિટર પાણીમાં ઉકાળો અને દિવસમાં એક-બે વાર સેવન કરો. ઉકાળાનો સ્વાદ સારો કરવા માટે તેમાં ગોળ, દ્વાક્ષ અથવા ઈલાયચી નાખી શકો છો.શું લીંબુના રસના ૨ ટીપા કોરોનાને ખતમ કરી શકે છે? જાણો આ પાછળનું સત્યતેલ અને નાળિયેરનો ઉપયોગઃ સવારે અને સાંજે તલનું તેલ, નાળિયેરનું તેલ અથવા ગાયના દ્યીના બે ટીપાં નાકમાં નાખો. આનાથી ઈન્ફેકશનથી બચી શકાય છે. આ સિવાય એક ચમચી તલનું તેલ અને એક ચમચી કોપરેલ લઈને સવારના સમયે પાણીની જેમ આ મિશ્રણને ૨-૩ મિનિટ સુધી મોઢામાં ફેરવો. થોડી વાર પછી થૂંકી દો અને ગરમ પામીથી કોગળા કરો.સુકી ખાંસી માટે ઉપાયઃ સાદા પાણીમાં તાજા ફુદીનાના પાન અથવા અજમો અથવા કપૂર નાખીને સ્ટીમ લો. લવિંગ અથવા મુળેઠીના ચુરણને મધ અથવા ખાંડની સાથે દિવસમાં ૨-૩ વાર સેવન કરો.

જો આ ઉપાયોથી સુકી ખાંસીમાં ફેર નથી પડતો તો વહેલી તકે ડોકટરની મુલાકાત લો.

(11:42 am IST)