Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

પામતેલ ૧૩ વર્ષની ટોચે

સિંગાપોર, તા.૮: મલેશિયામાં પામતેલનો ભાવ ૨૦૦૮ પછીની ટોચ પર પહોંચ્યો છે. પુરવઠાની ખેંચથી આંતરરાષ્ટ્રીય બજારો તંગ બનતાં' બુર્સા મલયેશિયા ડેરિવેટિવ્ઝ એકસચેન્જ પર બેન્ચમાર્ક પામતેલ વાયદા ગુરુવારે ૩.૫૪ ટકા (૧૪૩ રિંગીટ) વધીને ૪૧૮૭ રિંગીટ પ્રતિ ટન થયો હતો. સત્ર દરમિયાન તે ૪૧૯૭ રિંગીટની ૧૩ વર્ષની સર્વોચ્ચ સપાટીને આંબી ગયો હતો.

મે મહિનામાં ઘણી રજાઓને કારણે લણણીના કામકાજના દિવસ ઓછા હોવાથી મે મહિનાનું ઉત્પાદન બજાર માટે ખૂબ મહત્ત્વનું છે. અમે શ્રમિકોની અછતનો સામનો કરી રહ્યા છીએ. મે મહિનો કઠિન પુરવાર થવાનો છે. અમે એક દલાલે જણાવ્યું હતું.

મલયેશિયાનો ક્રૂડ પામતેલ મે વાયદો ગુરુવારે ૪૭૦૪ રિંગીટ પ્રતિ ટન થયો હતો. શિકાગોમાં મકાઈ અને સોયાબીનની તેજીને પગલે પામતેલની તેજીને ટેકો મળી ગયો છે.

શિકાગોમાં મકાઈ વાયદો બે ટકા વધીને આઠ વર્ષની ટોચે પહોંચ્યો હતો. બ્રાઝિલ સૂકું હવામાન અને પશુ આહાર ઉદ્યોગની જોરદાર માગને ટેકે મકાઈની બજાર મજબૂત થઈ ગઈ હતી.

પામતેલ ૪૦૯૮ રિંગીટની પ્રતિકાર સપાટીને વટાવીને ૪૧૩૦-૪૧૬૯ના ઝોનમાં પ્રવેશે એવી શકયતા ચાર્ટિસ્ટો વ્યકત કરી રહ્યા છે.

(11:48 am IST)