Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ચાઇનીઝ રોકેટનો કાટમાળ આજે પૃથ્વી પર ખાબકશે?

બીજીંગ, તા.૮: ઇટલી સ્થિત વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેકટે ચીની લોન્ગ માર્ચ ૫ઇ રોકેટના કાટમાળનો ફેટો પાડયો હતો. આ કાટમાળ ૮ મેના રોજ પૃથ્વી પર ખાબકશે તેવી શકયતા છે. આ પહેલા અમેરિકાએ કહ્યું હતું કે તેના સ્પેસ કમાન્ડને લોન્ગ માર્ચ ૫ઇ રોકેટના લોકેશનની જાણકારી છે અને તે તેને રોકી શકવાની સ્થિતિમાં નથી. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ૨૧ ટન વજનના આ રોકેટનો કાટમાળ અમેરિકાના ન્યૂયોર્ક, સ્પેનના મેડ્રિડ અને ચીનના બેઇજિંગને નિશાન બનાવે તેવી શકયતા છે. જો તેનો નાનો સરખો ટુકડો પણ રહેણાંક વિસ્તારમાં પડશે તો મોટી ખાનાખરાબી સર્જાઇ શકે તેવું છે.

(11:49 am IST)