Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

શ્રધ્ધાંજલીના પાનાઓ સાથે 'વોશિંગ્ટન પોસ્ટ'માં ચિતાર

રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવતા અમેરિકાના અખબારમાં અહેવાલ : જયેશ ઠકરારનો ઇન્ટરવ્યું

રાજકોટ, તા., ૭: કોરોનાની દેશવ્યાપી બીજી લહેર તીવ્ર અસર રાજકોટમાં જોવા મળી રહી છે. ગયા મહિને મહામારીનું કાળચક્ર ફરી વળેલ તેની આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી નોંધ લેવાયેલ છે. અમેરિકાના પ્રસિધ્ધ અખબાર 'વોશિંગ્ટન પોસ્ટ'માં તેનો વિગતવાર અહેવાલ પ્રસિધ્ધ થયેલ. આ અખબારના સિનિયર પત્રકાર જોઆના સ્લેટરે રાજકોટ સ્થિત સંદેશના નિવાસી તંત્રી શ્રી જયેશ ઠકરારનો ઇન્ટરવ્યુ લઇ રાજકોટ અંગેની સંવેદનાસભર સ્ટોરી પ્રસિધ્ધ કરી છે. એપ્રિલ મધ્યમાં રાજકોટમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ. તે સમયે અખબારોમાં પ્રસિધ્ધ થતી શ્રધ્ધાંજલીની જાહેરખબર અને અવસાન નોંધથી મૃત્યુ આંકના ઉછાળાની અસર જોઇ શકાતી હતી.

વોશિંગ્ટન પોસ્ટમાં પ્રસિધ્ધ વિગત અનુસાર અખબારોમાં સામાન્ય રીતે શ્રધ્ધાંજલીના એકથી બે પેઇજ હોય છે. પરંતુ આ સમયગાળામાં ૬ થી ૮ પેઇજ થતા હતા. ઇન્ટરવ્યુમાં જયેશ ઠકરારે જણાવ્યું કે આટલી હદે લોકો મૃત્યુ પામતા હોય તેવું તેણે પ્રથમ વખત જોયું છે.  વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જણાવાયું છે કે કોરોનાના મૃત્યુઆંકમાં બહુ વિરોધાભાષ જોવા મળે છે. કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા હોયે તેમાંથી  પણ જુજ લોકોને સતાવાર રીતે કોરોના મૃત્યુ ગણાવાય છે.

કોરોના કાળમાં સંદેશના અહેવાલોની નોંધ અગાઉ ન્યુયોર્ક ટાઇમ્સે અને હવે વોશીંગ્ટન ધ પોસ્ટમાં લેવામાં આવી છે. વોશિંગ્ટન પોસ્ટની એશીયા આવૃતીમાં રાજકોટની સ્ટોરી હેડલાઇન બની છે.

જયેશ ઠકરાર

મો.૯૪ર૬ર ર૮૭૮ર

(12:38 pm IST)