Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોવિડ માત્ર ફેફસાંની બીમારી નથીઃ એ ઘાતક લોહીની ગાંઠ પણ પેદા કરી શકેઃ નિષ્ણાતો

આ બ્લડ કલોટ ડીપ વેઇન થ્રોમ્બોસિસ (ડીવીટી) તરીકે ઓળખાય છે

નવી દિલ્હી, તા.૮: તબીબી ક્ષેત્રના નિષ્ણાતોના મતે કોવિડ-૧૯ની બીમારી માત્ર ફેફસાંને લગતી નથી, પરંતુ આ બીમારીમાં શરીરની અંદર લોહીની ગાંઠ પણ પેદા થઈ શકે અને અમુક કિસ્સામાં જો એ ગાંઠને તાકીદે દૂર ન કરવામાં આવે તો એ જીવલેણ સાબિત થઈ શકે.

આ બ્લડ કલોટ ડીપ વેઇન થ્રોમ્બોસિસ (ડીવીટી) તરીકે ઓળખાય છે અને કોવિડના દરદીમાં એ થવાની ૧૪થી ૨૮ ટકા જેટલી સંભાવના રહેતી હોય છે.

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડો. અંબરીશ સત્વિક કહે છે, 'બ્લડ કલોટ શરીરના અંદરના ભાગની કોઈ એક નસમાં બને છે, જયારે આર્ટરિયલ થ્રોમ્બોસિસ શરીરમાંની ધમનીમાં પેદા થાય છે. ધમની ઓકિસજનયુકત રકતને હૃદયમાંથી શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે, જયારે નસ નજીવા ઓકિસજન સાથેના રકતને શરીરના ભાગોમાંથી પાછું હૃદયમાં લાવવાનું કામ કરે છે.

(3:16 pm IST)