Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કંગના રાનૌત કોરોના સંક્રમિત

મુંબઇ, તા.૫: કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. તેની ઝપેટમાં આમથી ખાસ લોકો આવી રહ્યાં છે. હવે હંમેશા ચર્ચામાં રહેતી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પણ કોરોના પોઝિટિવ આવી છે. કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી સંક્રમિત થઇ હોવાની જાણકારી આપી છે.કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં લખ્યું કે, મને થાક લાગી રહ્યો હતો અને આંખોમાં બળતરા થઇ રહ્યાં હતા. હું હિમાચલ માટે નીકળવાની હતી અને મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો. જેનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે. મેં મારી જાતને કવોરન્ટાઇન કરી લીધી છે. મને એ વાતનો અંદાજ નહોતો કે આ વાયરસ મારી બોડીની અંદર પાર્ટી કરી રહ્યું છે.

તેણે કહ્યું કે, હવે મને આ અંગે જાણકારી મળી છે. હું તેનો ખાત્મો કરીશ. સાથે જ તે આગ્રહ કરે છે કે કોઇ પણ વસ્તુને પોતાની પર હાઉ થવા ન દો. જો તમે ડરો છો તો આ તમને વધુ ડરાવશે. આ એક ફ્લૂની જેમ છે, જેના વિશે બહુ જ દબાણ બનાવાયું છે. હર હર મહાદેવ.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં એક પછી એક સ્ટાર્સ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. અક્ષય કુમાર, ગોવિંદા, આમિર ખાન, કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, કેટરિના કૈફ, વિક્કી કૌશલ સહિતના સ્ટાર્સ સંક્રમિત થઇ ચૂકયાં છે.

(4:07 pm IST)