Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોનાના દર્દીઓને મોટી રાહત

હોસ્પિટલને ૨ લાખથી વધુનું કેશ પેમેન્ટ કરી શકાશે

નવી દિલ્હી તા. ૮ : ખાનગી હોસ્પિટલ, કોવિડ સેન્ટર, ડિસ્પેન્સરી, નર્સિંગ હોમ સહિતના તમામ મેડિકલ સેન્ટર હવે ૨ લાખથી વધારે રૂપિયાનું કેશ પેમેન્ટ સ્વીકારી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) દ્વારા આ છૂટ આપવામાં આવી છે. આ છૂટ ૩૧જ્રાક મે સુધી લાગુ રહેશે. જો કે, કેશ પેમેન્ટની મર્યાદા નક્કી નથી કરવામાં આવી.૨ લાખ કરતા વધારે રૂપિયાની લેવડ-દેવડ ફકત ચેક, ડ્રાફટ, નેટ બેન્કિંગ કે ડિજિટલ પદ્ઘતિથી જ થઈ શકશે. હકીકતે ઈન્કમ ટેકસ કાયદાની કલમ-૨૬૯ST દેશમાં કોઈ પણ વ્યકિતની ૨ લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ-દેવડને રોકે છે. ૨૦૧૭માં સરકારે બ્લેક મનીના ઉપયોગને રોકવા માટે આ નિયમ બનાવ્યો હતો. આ નિયમ પ્રમાણે જો કોઈ વ્યકિતએ ૨ લાખ કરતા વધારે રૂપિયાની લેવડ-દેવડ કરવી છે તો તે ફકત ચેક, ડ્રાફટ, નેટ બેન્કિંગ કે ડિજિટલ પદ્ઘતિથી જ થઈ શકશે.દિલ્હી હાઈકોર્ટમાં આ કલમને સસ્પેન્ડ કરવા માટે એક અરજી દાખલ કરાઈ હતી. મનીષા ગુપ્તા નામની એક વ્યકિતએ તે અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, હોસ્પિટલો ૨ લાખ રૂપિયા કરતા વધારેનું કેશ પેમેન્ટ નથી સ્વીકારી રહી, જેથી દર્દીઓની સારવારમાં મોડુ થઈ રહ્યું છે. સુનાવણી દરમિયાન સરકારે તે આ નિયમ અંતર્ગત છૂટ આપવા વિચારી રહી હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ સીબીડીટીએ એક આદેશ બહાર પાડ્યો હતો જે મુજબ ખાનગી હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર, નર્સિંગ હોમ સહિત તમામ મેડિકલ સેન્ટર જયાં કોરોનાના દર્દીની સારવાર ચાલી રહી છે ત્યાં હવે ૨ લાખ કરતા વધારે રૂપિયાનું કેશ પેમેન્ટ થઈ શકશે. આ આદેશ પહેલી એપ્રિલના રોજ લાગુ કરવામાં આવ્યો હતો અને ૩૧મી મે સુધી લાગુ રહેશે. જો કે, હજુ સુધી કેશ પેમેન્ટની કોઈ લિમિટ નક્કી નથી કરવામાં આવી.

(4:12 pm IST)