Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રોહિત સરદાનાનું મોત પણ બેજવાબદારીથી આપેલી દવાઓ હોય શકે : બાબા રામદેવનો સનસનીખેજ દાવો

એંટીબાયોટિકસ અને સ્ટિરોઇડ પાગલપનમાં ન આપો, આ તો ઇબોલાની દવા છે તો પણ ઠોક ઠોક કર્યા કરો છે

નવી દિલ્હી : જાણીતા યોગગુરુ બાબા રામદેવે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સનસનીખેજ દાવો કરતા કહ્યું હતુ કે અરે, એંટીબાયોટિકસ અને સ્ટિરોઇડ પાગલપનમાં ન આપો, આ તો ઇબોલાની દવા છે તો પણ ઠોક ઠોક કર્યા કરો છો.બાબાએ એવો પણ આક્ષેપ મુકયો હતો કે રોહિત સરદાના જેવા લોકોના મોત પણ આવી બેજવાદારી રીતે આપવામાં આવેલી દવાને કારણે જ થયા છે.

 સ્વામી રામદેવે કહ્યું કે દેશમાં કોરોના પીડિત દર્દીઓને પાગલપનમાં એંટીબાયોટીકસ અને સ્ટિરોઇડ આપવામાં આવી રહ્યા છે. બાબાએ તો ત્યાં સુધી આક્ષેપ કરી નાંખ્યો તે આવી દવાઓ આપીને પત્રકાર રોહિત સરદાના જેવા લોકોના મોત થયા.

હકિકતમા ચેનલની એન્કર રૂબિકા લિયાકતે બાબા રામદેવને પુછ્યું હતું કે કોરોનાની સારવાર માટે જરૂરી દવાઓ તમારી પાસે છે?

તો બાબા રામદેવે કહ્યું હતુ કે પ્લાઝમા થેરાપી માટે હું કોઇ વચન આપતો નથી. પરંતું રેમડિસિવિર, સ્ટિરોઇડસથી માંડીને એન્ટી બોડી સુધી જેની પણ જરૂરત હશે તે જીવન રક્ષક દવા આપવામાં આવશે. પરંતું પાગલપન સાથે નહીં. રામદેવે કહ્યું કે બધા જાણકારો એવું કહી રહ્યા છે કે ગાંડપણમાં આવીને દવા ન આપો. કોરોના માટે આ સંજીવની નથી. પરંતુ ઇબોલાની દવા છે, છતા પણ કોરોનાના દર્દીઓને બેઠોક આપવામાં આવી રહી છે.

બાબા રામદેવ ઘણી વખત ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યકત કરતા હોય છે.

(11:46 pm IST)