Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજસ્થાનમાં વિવાદોથી ઘેરાયેલા ૧૫ આઇપીએસ પોલીસ અધિકારીઓની રાતોરાત બદલી કરતાં ગેહલોત

રાજસ્થાનમાં ગહેલોત સરકારે સોમવારે મોડી રાત્રે અનેક જિલ્લાઓના એસપી સહિત  આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાંખી છે. સરકારે જે સવા ડઝન  અધિકારીઓની બદલી કરી છે, તેમાં મોટાભાગના વિવાદિત અને મોટા નામ છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં દારૂની તસ્કરીના કેસમાં વિવાદોમાં ઘેરાયેલા સિરોહી જિલ્લાના એસપી હિમ્મત અભિલાષા ટાક પણ છે. ડ્રગ્સ અને નશા માફિયાને લઈને સ્થાનિક નેતાઓ સાથે ટકરાવના કારણે વિવાદોમાં ઘેરાયેલા નાગૌરની એસપી શ્વેતા ધનખડની પણ બદલી કરી દેવામાં આવી છે.

નોકરીમાં રહેતા બે લગ્નના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવેલા આઈપીએસ પંકજ ચૌધરી પણ સુપ્રીમ કોર્ટમાંથી કેસ જીત્યા પછી પોસ્ટિંગ પર આવી ગયા છે. જોકે, સરકારે સાથે તેમનો ૩૬નો આંકડો હોવાના કારણે તેને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સમાં મુક્યા છે.

(12:00 pm IST)