Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

૯૬૩ વર્ષ જુનુ મંદિર અંબરનાથની શાન છે

અંબરનાથના પુરાતન કાળના શિવમંદિરના જીર્ણોધ્‍ધારની પ્રક્રિયા શરૂ ૧૩૮ કરોડનો ખર્ચો, દોઢ વર્ષમાં પુરૂ કરાશે કામ

અંબરનાથ (મહારાષ્‍ટ્ર), તા. ૮ :  અંબરનાથ શહેરની શાન ગણાતા સ્‍થાનિક પ્રાચીન શિવમંદિર પરિસરના વિકાસની પરિયોજનાનું ઇ-ટેન્‍ડર આખરે બહાર પાડયું છે. એક મહિલાથી અંદર આ ટેન્‍કર પ્રક્રિયા પુરી કરીને ૧પ ઓગસ્‍ટ સુધીમાં આ પરિયોજનાનું કામ શરૂ કરવાનું સ્‍થાનિક નગરપાલિકા પ્રશાસનનું લક્ષ્ય છે. નગરપાલિકાના મુખ્‍ય અધિકારી ડોકટર પ્રશાંત રસાલે જણાવ્‍યું કે આખા પ્રોજેકટનું કામ આગામી દોઢ વર્ષમાં પુરૂ કરવાનું લક્ષ્ય રખાયુ છે. અંબરનાથ અને ઉલ્‍હાસનગરની બોર્ડર પર સ્‍થિત આ પ્રાચીન શિવમંદિર ૯૬૩ વર્ષ જુનુ છે. મંદિર પરિક્ષેત્રના ચૌમુખી વિકાસ માટે આ વિસ્‍તારના સાંસદ ડોકટર શ્રીકાંત શિંદેના પ્રયાસોથી રાજય સરકારે થોડા મહિના પહેલા રૂપિયા ૧૩૮.ર૧ કરોડના પ્રસ્‍તાવને મંજુરી આપી હતી. પણ જટીલ નિયમો, શરતથો અને કેન્‍દ્રીય પુરાતત્‍વ વિભાગની મંજુરી ઉપરાંત રાજય સરકાર પાસેથી વિભીજન પરવાનગીઓ મેળવવામાં સમય લાગવાથી મોડુ થયું છે.  મુખ્‍ય અધિકારી ડો. રસાલે વધુ માહિતી આપતા જણાવ્‍યું કે ૧પ ઓગસ્‍ટના દિવસે મુખ્‍યપ્રધાન એકનાથ શિંદેના હસ્‍તે ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવાની તૈયારી છે. અને ૧૮ મહિનામાં સંપૂર્ણ પ્રોજેકટ પુરો કરવાની નગરપાલિકાની ઇચ્‍છા છે. શિવમંદિર પરિસર વિકાસ પરિયોજનાનું કામ પ્રાચીન વાસ્‍તુ કલા અનુસાર કરાશે અને તેના માટે કાળા પથ્‍થરનો ઉપયોગ કરાશે. આ પરિયોજના હેઠળ પ્રવેશદ્વાર, પ્રવેશ દ્વારની સામે નહી, પાર્કિંગ સ્‍થાન, પ્રદર્શન કેન્‍દ્ર, રંગભૂમિ, સુરક્ષાત્‍મક દિવાલ, મુખ્‍ય રોડ અને આંતરિક રસ્‍તાઓ, રમતગમતનું મેદાન, શૌચાલય, ચેકડેમ, શ્રધ્‍ધાળુ નિવાસ, ઘાટ વગેરે કામ કરવામાં આવશે.

(5:06 pm IST)