Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ગેઝેટની દુનિયાનું અવનવુ : ઉપયોગી માહિતી

૧૦૦ ટકા રિસાઇકલીંગ મટીરીયલથી બનશે નથીંગ ફોન-ર

નથીંગ ફોન-ર ટૂંક સમયમાં લોન્‍ચ થનાર છે. જેને લઇને કંપનીએ જાહેરાત કરેલ કે આ ફોન મેડ ઇન ઇન્‍ડીયા હશે. જેમાં પહેલાની જેમ ટ્રાન્‍સપરન્‍ટ ડીઝાઇન મળશે. ઉપરાંત કવાલકોમ સ્‍નૈપડ્રેગન  8+ Gen 1 ચિપસેટ હશે. ૬.૭ ઇંચની સ્‍ક્રીન અને ૪૭૦૦ મેગાહટની બેટરી રહેશે. અગાઉના મોડલ કરતા બે ગણુ ફાસ્‍ટ હશે. જેમાં ૩ વર્ષ સુધી સોફટવેર અપડેટ અને ૪ વર્ષ સુધી સિકયોરીટી અપડેટ મળશે. ફોન સાથે પ્‍લાસ્‍ટીક મુકત પેકેજીંગ મળશે. જેમાં ૧૦૦ ટકા રિસાઇલ મટીરીયલનો ઉપયોગ કરાયો છે.

લેનોવોનું બજેટ ફ્રેન્‍ડલી ટેબલેટ ટૈલ M9

લેનોવોએ બજેટ સ્‍ટુડન્‍ટને ધ્‍યાનમાં રાખી ટેલ Mg એન્‍ડ્રોઇડ ટેબલેટને લોન્‍ચ કર્યુ છે. જે એન્‍ડ્રોઇડ- 12 ઉપર ચાલે છે. તેમાં ૯ ઇંચની એચડી એલસીડી ટીએફટી ડીસ્‍પ્‍લે છે. ઓકટાકોર મીડીયોટેક હેલીયો G9- SoC ચિપસેટ સાથે 4 GB સુધીની રેમ છે. ૧પ વોલ્‍ટ ફાસ્‍ટ ચાર્જીગ સાથેની પ૧૦૦ મેગાહટસની બેટરી છે. ૧૩ કલાક વીડીયો પ્‍લેબેક, ૧પ કલાક મ્‍યુઝીક પ્‍લેબેક અને ૧ર કલાકનો બ્રાઉઝીંગ સમય છે. ૮ મોગા પિકસેલનો ફ્રન્‍ટ અને ર મેગા પિકસેલનો સેલ્‍ફી કેમેરા છે. ૬૪ જીબી ઇન્‍બીલ્‍ટ મેમરી સાથે ૧ર૮ જીબી મેમરી વધારી શકાય છે.

૮૮૪૦ મેગાહટ બેટરીવાળુ શાઓમી પૈડ-૬

શાઓમી ટેબલેટે શાઓમી પૈડ-૬ લોન્‍ચ કર્યુ છે. જેમાં ૬ સ્‍માર્ટ પેન સપોર્ટ સાથે સ્‍નૈપ ડ્રેગન ૮૭૦ SoC ચિપસેટ છે. એન્‍ડ્રોઇડ ૧૩ ઉપર ચાલે છે. ૧૧ ઇંચ એલસીડી ડીસ્‍પ્‍લે છે. જેમાં ૧ર જીબી રેમ અને રપ૬ જીબી સ્‍ટોરેજ કેપેસીટી છે. ૧૩ એમ્‍પીયરનો રીઅર સેન્‍સર અને ૮ એમ્‍પીયરના ફ્રન્‍ટ સેન્‍સર સામેલ છે. ટેબલેટમાં ૩૩ વોટ ચાર્જીગ સાથે ૮,૮૪૦ મેગાહટસની બેટરી છે.

એમેઝોનનું ઇકો પોપ સ્‍પીકર

એમેઝોનને નવું પ્રોડકટ ઇકો પોપ લોન્‍ચ કર્યુ છે. જેમાં વોઇસ આસીસ્‍ટટનું ફીચર મળે છે. તેમાં AZ2  ટયુરલ એ જ પ્રોસેસરનો ઉપયોગ કરાયો છે. જેના કારણે સારો વોઇસ કમાંડ મળે છે. બ્‍લુટ્રુથ દ્વારા બીજા ડીવાઇઝ સાથે પણ કનેકટ કરી શકાય છે. તેમાં ૧.૯પ ઇંચનું ફ્રન્‍ટ ફાયરીંગ સ્‍પીકર છે. એક એલઇડી લાઇટ જે સ્‍પીકર એકટીવ થયાનો સંકેત આપે છે. જેમાં વિવિધ પ્‍લેટફોર્મના મ્‍યુઝીક સ્‍ટ્રીમ કરી શકાય છે. વોલ્‍યુમ કન્‍ટ્રોલ અને ઓલ્‍વેઝ ઓનલીસેન ઓફના બટન અપાયા છે. આ ડીવાઇઝની મદદથી મ્‍યુઝીક સાંભળવાની સાથે સ્‍માર્ટ બલ્‍બ અને બીજા  સ્‍માર્ટ ડીવાઇઝને પણ કન્‍ટ્રોલ કરી શકાય છે.

સ્‍ટ્રેસ લેવલ માપશે  ક્રેસ્‍ટ પ્રો. સ્‍માર્ટ વોચ

એરબેને પોતાની લેટેસ્‍ટ સ્‍માર્ટ વોચ એબ્રેન ક્રેસ્‍ટ પ્રો. લોન્‍ચ કરી છે. જેમાં કવર્ડ ક્રાઉન સાથે ગોળ ડાયલ અને નેવીગેશન માટે ૩ ફીઝીકલ બટન છે. જેનું ડિસ્‍પ્‍લે ૧.પ૬ ઇંચ છે. તે હાર્ટરેટ મોનીટરીંગ, SPO2 સેન્‍સર ને પીરીયડ ટ્રેકરથી લેસ છે. આ સ્‍માર્ટ  વોચ સ્‍લીપ પેટર્ન અને સ્‍ટ્રેસના સ્‍તરને માપવા સહિત વિવિધ ફીચર ધરાવે છે. તેમાં બ્રેથ ટ્રેનીંગ ફેસેલીટી અને રિમાઇન્‍ડર પણ છે. ૧૦૦ થી વધુ સ્‍પોર્ટસ મોડ છે. બીલ્‍ટ ઇન માઇક, સ્‍પીકર અને ડાયલર સાથે બ્‍લુટ્રુથ કોલીંગની પણ સુવિધા મળે છે.

તમામ સ્‍માર્ટ ફોનને ઓવર હીટીંગ અને બ્‍લાસ્‍ટરથી આવી રીતે બચાવી શકાય

તમામ સ્‍માર્ટ ફોન ને ગરમીમાં બ્‍લાસ્‍ટ થતો બચાવવા ચાર્જીગ સમયે ઉપયોગ ન કરવા જોઇએ. કંપનીના ઓરીજીનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઇએ ફોન સંપૂર્ણ ચાર્જ થઇ જાય પછી તેને ચાર્ર્જરથી અનપ્‍લગ કરવો જોઇએ જો ફોન ખુબ જ ગરમ થયો હોય તો તેને બંધ કરી ઠંડો પડવા દેવો જોઇએ સોફટવેરને હંમેશા અપડેટ રાખવાથી તે ઓવર હીટીંગને રોકે છે ચાર્જીંગ સમયે ફોનને નરમ જગ્‍યાએ ન રાખવો જોઇએ. (૯.૧૩)

(3:53 pm IST)