Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

યુએસ મિશન ર૦ર૩ અંતર્ગત ભારતના વધુમાં વધુ વિદ્યાર્થીઓને અમેરીકી વિઝા આપવા તૈયારી

ગત વર્ષે પ.૧ના રેશીયોથી વિઝા અપાયા હતા :આ વર્ષે આ સંખ્યા વધારીશું :યુએસ કાઉન્સેલર બ્રેન્ડેન મુલાર્કી

નવી દિલ્હીઃ ભારતમાં યુએેસ મિશનએ આજે દેશભરમાં તેનો સાતમો વાર્ષિક વિદ્યાર્થી વિઝા દિવસ યોજયો હતો. જેમાં નવી દિલ્હી, ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઇના કોન્સ્યુલર ઓફીસરોએ લગભગ ૩,પ૦૦ ભારતીય વિદ્યાર્થી વિઝા અરજદારોની મુલાકાત લીધી હતી.

એમ્બેસેડર એરીક ગારસેટ્ટી અને સમગ્ર ભારતમાં કોન્સ્યુલન્સ જનરલે વિઝા પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા કારણ કે તેઓ ભારતીય વિદ્યાર્થીઓની વધતી જતી રેન્કમાં જોડાવા માટે તૈયાર છે જેમણે યુનાઇટેડ સ્ટેટસમાં અભ્યાસ કરવાનું પસંદ કર્યુ છે. જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશ્વનું અગ્રણી સ્થળ છે.

એમ્બેસેડર એરીક ગારસેટ્ટીએ જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત એક યુવાન વિદ્યાર્થી તરીકે ભારત આવ્યો હતો અને મેં મારા પોતાના જીવનમાં જોયું છે કે આ અનુભવો કેટલા પરિવર્તનકારી હોઇ શકે છે. વિદ્યાર્થી વિનિમય એ યુએસ-ભારત સંબંધોના હાર્દમાં છે અને સારા કારણ સાથે યુ.એસ.શિક્ષણ વિદ્યાર્થીઓને વિશ્વ વર્ગનું શિક્ષણ અને જ્ઞાનના વૈશ્વિક નેટવર્કની એકસેસ પ્રદાન કરે છે. જે જીવનભર સમજણનો પાયો નાખે છે. એટલા માટે અમે આજે અહી શકય તેટલા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ તકોને પ્રોત્સાહીત કરવા આવ્યા છીએ.સ્ટુડન્ટ વિઝા ડે યુનાઇટેડ સ્ટેટસ અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઉચ્ચ શિક્ષણ સંબંધોની ઉજવણી કરે છે. આ વર્ષે ર૦૦,૦૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુએસ શૈક્ષણીક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહયા છે. જે હાલમાં યુનાઇટેડ સ્ટેટસમાં ર૦ ટકાથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે.ગયા વર્ષે રેકોર્ડબ્રેક ૧રપ,૦૦૦ ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. જે અન્ય કોઇ પણ રાષ્ટ્રીયતાને આપવામાં આવેલા વિઝા કરતા વધુ છે. હકીકતમાં ગયા વર્ષે ભારતમાં દર પાંચમાંથી એક સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. આ વર્ષે અમે પહેલા કરતા વધુ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લઇશું તેમ ભારતમાં કોન્સ્યુલર બાબતોના કાર્યકારી મંત્રી કાઉન્સેલર બ્રેન્ડન મુલાર્કીએ જણાવ્યું હતું.

યુએસ મિશન યુનાઇટેડ સ્ટેટસમાં અભ્યાસ કરવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓને એજયુકેશન યુએસએનો સંપર્ક કરવા પ્રોત્સાહીત કરે છે. જે યુએસ સરકાર દ્વારા પ્રાયોજીત મફત સલાહકાર સેવા છે. જે પ્રવેશ અને વિઝા પ્રક્રિયાઓને નેવિગેટ કરવામાં મદદ કરવા માટે વિશ્વસનીય અને વ્યાપક માહીતી પ્રદાન કરે છે. Education USAસમગ્ર ભારતમાં આઠ સલાહ કેન્દ્રો સાથે માન્યતા પ્રાપ્ત યુએસકોલેજો અને યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરે છે. વિદ્યાર્થીઓ વધુ જાણવા માટેFacebook અન Instagram પર educationusa.state.gov  અથવા @educationUSAindia ની મુલાકાત લઇ શકે છે.

(5:08 pm IST)