Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પ્રત્યેક રેલકર્મી પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે : રેલવે પોતાના કર્મચારીઓને તિરંગો ઝંડો ફરકાવવા માટે આપશે

તિરંગાનાં અવેજમાં કર્મચારીઓનાં પગારમાંથી પ્રતિ ઝંડાના 38 રૂપિયા વસૂલાશે : રેલવેનાં આદેશનો યૂનિયન નેતાઓએ સખત વિરોધ કર્યો

નવી દિલ્લી તા.07 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા લહેરાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગો લહેરાવીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક રેલકર્મી પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ માટે રેલવે પોતાના કર્મચારીઓને ઘરે તિરંગો ઝંડો ફરકાવવા માટે આપશે, અને તેના અવેજમાં તેમના પગારમાંથી  પ્રતિ ઝંડાના 38 રૂપિયા વસૂલાશે.

રેલવેનો આ આદેશ યૂનિયન નેતાઓને પસંદ નથી આવી રહ્યો અને તેમેન આનો સખત વિરોધ કર્યો છે. નૉર્થ સેન્ટ્રલ રેલવે એમ્પ્લૉઇ સંઘના કર્મીઓને આના પર સખત નારાજગી દર્શાવી છે. સંઘના મંત્રી ચંદન સિંહે કહ્યું કે, રેલકર્મી ખુદ રાષ્ટ્રભક્ત છે અને પોતાના પૈસાથી સ્વયં તિરંગો ખરીદશે. તેમના પર આ નિયમના ઠોકી દેવામા આવે. વળી, આ આદેશને લઈને ઝૉનલ મહામંત્રી આરપી સિંહે પણ કહ્યું કે સ્ટાફ બેનિફિટ ફંડમાંથી ઝંડો ખરીદવામાં આવે, પરંતુ આ માટે અમારા પગરમાંથી પૈસા ના કાપવામાં આવે. જાણકારી રેલવે કર્મચારીઓને આપવામાં આવનાર તિરંગા એક ખાનગી એજન્સી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રેલવે બોર્ડે 15 ઓગસ્ટે તમામ ઝૉનલ મહાપ્રબંધક, કારખાના, આરપીએફ અને હૉસ્પીટલ પ્રબંધનને પત્ર લખીને બધાને પોતાના ઘરે તિરંગો ઝંડો ફરકાવવા નિર્દેશ કર્યો છે. આ તિરંગાની ખરીદી સ્ટાફ બેનિફિટ ફંડ (કર્મચારી લાભ કોષ)માંથી કરવાની છે, અને બાદમાં રેલકર્મીઓના ખાતમાં કાપવામાં આવેલા પૈસા કર્મચારી લાભ કોષમાં જ મોકલવામાં આવવાના છે, પરંતુ કર્મચારી આનો વિરોધ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રેલકર્મીઓને આપવામાં આવનારા તિરંગા ઝંડાની કિંમત બીજેપીના ઓફિસમાં 20 રૂપિયા છે, જ્યારે મુખ્ય પૉસ્ટ ઓફિસમાં આને 25 રૂપિયામાં ખરીદી શકાય છે. સ્વયં સહાયતા સમૂહ પણ આ ઝંડાને લોકોને 20 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.

 

(9:20 pm IST)