Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

હોટલમાં ફઇના દિકરાએ ડ્રગ્‍સ આપી યુવતી ઉપર બળાત્‍કાર ગુજાર્યોઃ મોત

જોધપુર,તા.૮ : ઉદય મંદિર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના રાજરણછોડ મંદિરની સામેની એક હોટલમાં જન્‍મદિવસ ઉજવવા આવનાર યુવતીના ફઇના દિકરાએ જ બળાત્‍કાર ગુજારેલ. પોલીસને શંકા છે યુવકે પહેલા ગાંજો અને ડ્રગ્‍સ આપેલ અને ત્‍યારબાદ બળાત્‍કાર કરેલ. ત્‍યારબાદ યુવતિનું મોત થયેલ.

પોલીસે આરોપી યુવકને મકરાણા પાસેથી ટ્રેનમાંથી પકડી પાડેલ. યુવકે પોતાનો ગુનો કબુલેલ. જ્‍યારે યુવતિની તબીયત બગડેલ ત્‍યારે યુવકે તેની બહેનને ફોન કરી બોલાવેલ. મૃતકની બહેન તેણીને હોસ્‍પિટલ લઇને આવેલ અને ફરજ પરના ડોકટરોએ યુવતિને મૃત જાહેર કરેલ. પોલીસે મોતનું કારણ જાણવા એફએસએલ તપાસ કરાવી છે.

(10:24 am IST)