Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ઘુસણખોરીનું દુઃસાહસ : પાક વોરશીપને ભાગવું પડયું

ગુજરાતમાં દરિયાયી સરહદે નાપાક ષડયંત્ર નિષ્‍ફળ : પાકિસ્‍તાનના નૌકાદળના જંગી યુધ્‍ધ જહાજે કરી ઘુસણખોરી પણ એલર્ટ કોસ્‍ટ ગાર્ડે વિમાન ડોર્નિયરને મોકલતા યુધ્‍ધ જહાજ ઉભી પૂંછડીએ ભાગ્‍યું

નવી દિલ્‍હી તા. ૮ : ઇન્‍ડિયન કોસ્‍ટ ગાર્ડે પાકિસ્‍તાની નેવીની કરતૂતનો જડબાતોડ જવાબ આપ્‍યો છે. પાકિસ્‍તાની નેવીનું એક યુદ્ધ જહાજ ગુજરાતનાᅠકિનારા પાસે ભારતીય સમુદ્રીᅠસરહદમાં પ્રવેશ કર્યો. પાકિસ્‍તાની નેવીનું જહાજ આલમગીર ભારતીય જળક્ષેત્રમાંᅠપ્રવેશ કર્યો કે તરત જ ઇન્‍ડિયન કોસ્‍ટ ગાર્ડે સમુદ્રી નિગરાની વિમાન ડોર્નિયરેᅠતે અંગે માહિતી મેળવી લીધી.રેડાર પર પાકિસ્‍તાની જહાજ સિગ્નલ મળતાની સાથે જ ભારતીય તટરક્ષકોનું દળ સક્રિય બન્‍યું. પાકિસ્‍તાની જહાજને તેની સરહદમાં પાછા ફરવા કહ્યું.ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડની સક્રિયતાને જોઈને પાકિસ્‍તાની જહાજ તેમની સરહદમાં ફરવા મજબુર બન્‍યું.

હકીકતમાં, પાકિસ્‍તાની નૌકાદળનું એક યુદ્ધ જહાજ ગુજરાતના દરિયાકાંઠે દરિયાઈ સીમા રેખા ઓળંગીને ભારતીય વિસ્‍તારમાં ઘુસી ગયું હતું. પરંતુ અહીં ભારતીય કોસ્‍ટ ગાર્ડના ડોર્નિયર મેરીટાઇમ સર્વેલન્‍સ એરક્રાફટે તેને શોધી કાઢ્‍યો અને તેને પીછેહઠ કરવાની ફરજ પડી.

 સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કાર્યવાહી જુલાઈની શરૂઆતમાં થઈ હતી. આ દરમિયાન પાકિસ્‍તાની નૌકાદળના જહાજ આલમગીરે ભારતીય ક્ષેત્રમાં તેની બાજુમાં બંને દેશો વચ્‍ચેની દરિયાઈ સીમા રેખા પાર કરી હતી. ભારતીય જળસીમામાં પ્રવેશ્‍યા પછી તરત જ ભારતીય કોસ્‍ટ ગાર્ડ ડોર્નિયર એરક્રાફટ દ્વારા તેને શોધી કાઢવામાં આવ્‍યું હતું, સૂત્રોએ જણાવ્‍યું હતું. આ ભારતીય વિમાન દરિયાઈ દેખરેખ માટે રવાના થયું હતું.

પાકિસ્‍તાની યુદ્ધ જહાજને શોધી કાઢ્‍યા પછી, જાસૂસી વિમાન ડોર્નિયરે તેના કમાન્‍ડ સેન્‍ટરને ભારતીય જળસીમામાં તેની હાજરી વિશે જાણ કરી. પાકિસ્‍તાની જહાજની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્‍યું કે ડોર્નિયરે પાકિસ્‍તાની યુદ્ધ જહાજને તેના સ્‍થાન અંગે ચેતવણી આપી હતી. તેને તેના પ્રદેશમાં પાછા ફરવા કહ્યું, પરંતુ તેણે જવાબ આપ્‍યો નહીં. સૂત્રોએ જણાવ્‍યું કે ડોર્નિયર પીએનએસ આલમગીર પર ફરતું રહ્યું. ભારતીય જળસીમામાં પ્રવેશવાનો તેનો ઈરાદો જાણવા માટે તેના રેડિયો કોમ્‍યુનિકેશન સેટ દ્વારા કોલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પાકિસ્‍તાની કેપ્‍ટન સંપૂર્ણપણે મૌન રહ્યો. તેમના તરફથી કોઈ જવાબ આવ્‍યો ન હતો.

સૂત્રોએ જણાવ્‍યું કે ડોર્નિયરે પાકિસ્‍તાની યુદ્ધ જહાજની બરાબર સામે બે કે ત્રણ વખત ઉડાન ભરી હતી. આ પછી પાકિસ્‍તાની જહાજ આલમગીર થોડા સમય પછી તેની સરહદ બાજુથી પાછળ હટી ગયું. તેને ખબર પડી કે ભારતીય કોસ્‍ટ ગાર્ડને તેના લોકેશન વિશે માહિતી મળી છે. સૂત્રોનું કહેવું છે કે તેને એ વાતનો અહેસાસ થયો હશે કે ભારતીય નૌકાદળે તેની સાથે કામ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હશે.

સંરક્ષણ નિષ્‍ણાતોનું કહેવું છે કે પાકિસ્‍તાની નૌકાદળના જહાજો ભારતીય તૈયારીઓની તપાસ માટે ભારતીય જળસીમામાં ઘૂસ્‍યા હોઈ શકે છે. તેઓ એ જોવા માગે છે કે ભારતીય જળસીમામાં ક્‍યાં સુધી જઈ શકાય છે. જો કે, જાસૂસી વિમાને તેને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ શોધી કાઢ્‍યું અને તેને ચેતવણી આપવાનું શરૂ કર્યું. જોકે, આ ઘટના અંગે ભારતીય કોસ્‍ટ ગાર્ડ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોસ્‍ટ ગાર્ડના અધિકારીઓએ આ બાબતે ટિપ્‍પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ભારતીય કોર્ટ ગાર્ડ અને એરફોર્સ ગુજરાતના દરિયાકાંઠે સિરક્રીકથી દરિયાઈ સરહદ સુધી સતત તકેદારી રાખે છે. આ વિસ્‍તારોમાં તાજેતરના સમયમાં નાર્કો આતંકવાદમાં વધારો જોવા મળ્‍યો છે.

પાકિસ્‍તાની યુદ્ધ જહાજને શોધી કાઢ્‍યા પછી, ડોર્નિયરે તેના કમાન્‍ડ સેન્‍ટરને ભારતીય જળસીમામાં તેની હાજરી વિશે જાણ કરી અને તેનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખ્‍યું. ડોર્નિયર એરક્રાફટે પાકિસ્‍તાની યુદ્ધ જહાજ આલમગીરને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવા અંગે ચેતવણી આપી હતી અને તેને તેના ક્ષેત્રમાં પાછા ફરવા કહ્યું હતું, પરંતુ કોઈ જવાબ મળ્‍યો નહોતો.

જે પછી ડોર્નિયર પીએનએસ આલમગીરની આસપાસ ફરતો રહ્યો અને તેનો ઈરાદો જાણવા માટે રેડિયો કોમ્‍યુનિકેશન સેટ પર સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ પાકિસ્‍તાની કેપ્‍ટને સંપૂર્ણ મૌન જાળવ્‍યું અને કોઈ જવાબ આપ્‍યો નહીં. સૂત્રોએ જણાવ્‍યું કે ડોર્નિયર એરક્રાફટે પાકિસ્‍તાની યુદ્ધ જહાજની સામે બે કે ત્રણ વખત ઉડાન ભરી હતી. જેથી સ્‍પષ્ટ થાય કે પાકિસ્‍તાની યુદ્ધ જહાજને ભારતીય વિમાનની હાજરીની જાણ થઈ ગઈ છે.

ટૂંક સમયમાં જ તેઓ સમજી ગયા હશે કે ભારતીય બાજુથી ઘણા વધુ યુદ્ધ જહાજો અને વિમાન તેમની સાથે વ્‍યવહાર કરવા માટે આ વિસ્‍તાર તરફ રવાના થશે. સૂત્રોએ જણાવ્‍યું કે પાકિસ્‍તાની યુદ્ધ જહાજો એ તપાસ કરી રહ્યા છે કે તેઓ પકડાયા વિના ભારતીય જળસીમાની અંદર કેટલી દૂર જઈ શકે છે. પરંતુ અંદર આવ્‍યા પછી તરત જ તેઓ જોવામાં આવ્‍યા અને તેઓનો પીછો કર્યો.

નોંધનીય છે કે ગુજરાતની નજીકની દરિયાઈ સીમા રેખા પરની ભારતીય એજન્‍સીઓ તેમના માછીમારોને તેમની બાજુથી પાંચ નોટિકલ માઈલની અંદર કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવા દેતી નથી.

(11:08 am IST)