Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વોટના બદલે સેક્‍સ! ચૂંટણી હારેલા કોંગ્રેસના મહિલા નેતાનો વિચિત્ર આરોપઃ મતદારોને સેક્‍સની લાલચ અપાઈ

ચૂંટણી હારેલા કોંગ્રેસના મહિલા નેતાએ આરોપ લગાવ્‍યો કે તેમને હરાવવા માટે દારૂ, પૈસા તેમજ નવા સામાજિક દૂષણ જાતીય વ્‍યભિચારનો વ્‍યાપક ઉપયોગ કરવામાં આવ્‍યો

ભોપાલ, તા.૮: ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો દ્વારા અવનવા ગતકડા કરવામાં આવે છે. મતદારોને વિકાસના વચન તો અપાય છે જ સાથે મતદાનના થોડા સમય પહેલા દારૂ અને રોકડ પણ આપવામાં આવતી હોવાનો આક્ષેપ થાય છે. ત્‍યારે મધ્‍યપ્રદેશમાં ચૂંટણી જીતવા વિચિત્ર લાલચ અપાઈ હોવાનો આક્ષેપ સામે આવ્‍યો છે. મધ્‍યપ્રદેશમાં ચૂંટણી જીતવા માટે દારૂ, પૈસા, ગિફ્‌ટ બાદ હવે ફ્રી સેકસ ઓફર થતું હોવાનો મામલો સામે આવ્‍યો છે. રાયસેન જિલ્લાના મહિલા કોંગ્રેસના પૂર્વ જિલ્લા અધ્‍યક્ષ અને વોર્ડ નંબર-૧ દીવાનગંજના ઉમેદવાર પ્રીતિ ઠાકુરે સપના લવારિયા પર આ આરોપો લગાવ્‍યા છે.
પ્રીતિ ઠાકુરે આરોપ લગાવ્‍યો કે, ચૂંટણીના ત્રણ દિવસ પહેલા અન્‍ય ઉમેદવાર સપના લવારિયાએ વેશ્‍યાવળત્તિ સાથે જોડાયેલી મહિલાઓ સાથે મળીને ગામમાં મતદારોને સેક્‍સની લાલચ અપાઈ હતી. ત્‍યારબાદ આ વ્‍યવસાયમાં સંકળાયેલીસ્ત્રીઓને દરેક પંચાયતમાં સ્‍થળે સ્‍થળે પહોંચાડીને યુવાનોને મફતમાં સેક્‍સ પીરસવામાં આવ્‍યું હતું અને આ પ્રલોભન આપીને તેમના પક્ષમાં જોડવામાં આવ્‍યા હતા, જેમાં ભાજપના અનેક મોટા નેતાઓ અને કાર્યકરો સામેલ હતા.
ઠાકુરે તેમની જ પાર્ટીના ત્રણ પ્રાદેશિક પદાધિકારીઓ અને તેમની સાથે સંકળાયેલા કાર્યકરો પર પણ ચૂંટણી હારવા માટે ગંભીર આરોપો પણ લગાવ્‍યા હતા. તેમણે કહ્યું કે બ્રિજેશ ખંડેલવાલ, ફઝલ અલી અને ડૉ. ગૌતમે તેમને હરાવવાનું કામ કર્યું હતું. ઠાકુરે કહ્યું કે જી સી ગૌતમ દતિયાના છે. જેઓ સાંચીથી વિધાનસભાની ટિકિટની આશા રાખે છે. તેમણે વિચાર્યું કે આવું કરવાથી ટિકિટ માટે દાવો મજબૂત થશે. અહીં આવીને તેમણે જિલ્લા પંચાયત જેવી ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કર્યો હતો.ચૂંટણી હાર્યા બાદ તેમણે ઘણા અન્‍ય ઉમેદવારો પર ગંભીર બાબતોના ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે આરોપ લગાવ્‍યો હતો કે તેમને હરાવવા માટે દારૂ, પૈસા તેમજ નવા સામાજિક દૂષણ જાતીય વ્‍યભિચારનો વ્‍યાપક ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. તેમણે એમ કહ્યું કે, તેમણે આ બાબતે રાષ્‍ટ્રીય મહિલા આયોગ, ભારતીય ચૂંટણી પંચ, રાજ્‍ય ચૂંટણી પંચ અને રાજ્‍ય કોંગ્રેસ પાર્ટીને ફરિયાદ કરી છે.

 

(11:59 am IST)