Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ગુનેગારોને શોધવામાં મહત્‍વનો ભાગ ભજવનાર શ્વાન ‘ઓલી'નું અવસાન

દારૂગોળા શોધક શ્વાન ‘ઓલી'ની યુપી પોલીસ દ્વારા અંતિમવિધી

ગોંડા (યુપી): ઉત્તરપ્રદેશ પોલીસે તેનો એક સૌથી વફાદાર કાર્યકર ગુમાવ્‍યો છે. પોલીસ વિભાગની ૧૦ વર્ષની વધુ સમય સેવા કર્યા પછી, વિસ્‍ફોટકો શોધવામાં નિષ્‍ણાંત કોન્‍સ્‍ટેબલ ‘ઓલી' જે એક શ્વાન છે તેનું મૃત્‍યુ થયું હતું.
ઓલી માટે શોક પરેડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પોલીસ લાઈન્‍સમાં શહીદ સ્‍મારકની સામે આ શ્વાનના મૃતદેહને રાખવામાં આવ્‍યો હતો અને ખાખી પહેરેલા પોલીસ જવાનોએ તેમના આ સાથીદારને અશ્રુભીની અંતિમ વિદાય આપી હતી.
૧૦ માર્ચ ૨૦૧૧ના રોજ જન્‍મેલા ઓલીને હેન્‍ડલર તુલસી સોનકરની દેખરેખ હેઠળ ગ્‍વાલીયરના ટેકનપુરના નેશનલ ડોગ ટ્રેનીંગ સેન્‍ટરમાં વિસ્‍ફોટકોને શોધવાની તાલીમ આપવામાં આવી હતી. તેમ એ એસ.પી.શિવરાજે જણાવ્‍યું હતું. છ મહિનાની તાલીમનો સમયગાળો પુરો કર્યા પછી ઓલીને ૧૭ જૂન ૨૦૧૨ના રોજ સ્‍થાનિક પોલીસ લાઈન્‍સમાં કોન્‍સ્‍ટેબલના પદ પર ભરતી કરાયો હતો. પોતાની ૧૦ વર્ષની કારર્કિદી દરમ્‍યાન ઓલી અનેક ગુનેગારોને પકડાવવામાં અને અનેક પ્રસંગોએ છૂપાયેલા વિસ્‍ફોટકો શોધવામાં નિમીત બન્‍યો હતો. ઓલીનું ફરજ દરમ્‍યાન મોત થયું હતું.

 

(4:25 pm IST)