Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મુસ્‍લીમ મતદારોને રીઝવવા યુપી ભાજપની નવી રણનીતીઃ વિપક્ષ પાસે કામનું લીસ્‍ટ માંગ્‍યું

ઉત્તર પ્રદેશના મુસ્‍લીમ બહુમતિવાળા વિસ્‍તારોમાં તિરંગા યાત્રા

લખનૌ તા. ૮: ભાજપ હાલ ર૦ર૪ની લોકસભા ચૂંટણીની તૈયારી છે. નવી રણનીતીઓ બનાવી રહી છે. દિગ્‍ગજો વચ્‍ચે મંથન ચાલુ છે. કેમકે પાર્ટી ઇચ્‍છે છે કે ર૦ર૪માં ચારે તરફ ભગવો લહેરાવવો. જે અંતર્ગત ભાજપ વિપક્ષની સૌથી મોટી વોટ બેંકમાં સેંઘ લગાવા જઇ રહી છે.
યુપીમાં મુસ્‍લીમ વોટરને પોતાની તરફ આકર્ષવા ભાજપ આજથી વિશેષ અભિયાન શરૂ કર્યું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ મુસ્‍લીમ બહુમતીવાળા વિસ્‍તારોમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. કાર્યકર્તાઓ અને નેતાઓનો પ્રયાસ છે કે ૧૩ થી ૧પ ઓગસ્‍ટ સુધી આ વિસ્‍તારોમાં ઘરે-ઘરે તિરંગો લહેરાવવો. મુસ્‍લીમ સમાજને પોતાના તરફ ખેંચવા ભાજપે પોતાના માઇનોરીટી સેલને એકટીવ કર્યો છે.
ભાજપની રણનીતી હેઠળ આ વિસ્‍તારમાંથી ધારાસભ્‍ય અને યુપીના નાયબ મુખ્‍યમંત્રી મોર્ય સતત વિપક્ષને ઘેરી રહ્યા છે તેઓ પ્રશ્‍ન પુછી રહ્યા છે કે વિપક્ષોએ પસમાંદા મુસ્‍લીમો માટે શું ખાસ કર્યું છે. લીસ્‍ટ આપે. પસમાંદા મુસ્‍લીમો ભાજપ સાથે જોડવાના પ્રયાસના ભાગરૂપે મોર્યએ ઘણા ટ્‍વીટ કર્યા હતા.

 

(4:26 pm IST)