Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પુષ્‍કર બનશે સોલાર સીટીઃ રપ મેગાવોટ સુધી વિજળી ઉત્‍પાદનનું લક્ષ્ય

અજમેર તા. ૮: પુષ્‍કરને સોલાર સીટીના રૂપમાં વિકસીત કરવાની તૈયારીના ભાગરૂપે કેન્‍દ્રીય મંત્રાલય સહિત રાજયના નિગમો તૈયારીમાં લાગ્‍યા છે. જેસલમેર બાદ પુષ્‍કરમાં રાજયનું નાના નગરોનું પહેલું સોલાર પાર્કબ્‍ બનશે. રાજયના ઉર્જા મંત્રાલય અને નિગમ દ્વારા રેસ્‍કો મોડલ ઉપર સોલાર સીટી બનાવવાનો પ્રસ્‍તાવ તૈયાર કર્યો છે. ઘરો-ઓફીસોની છત તથા વેરાન જગ્‍યાએ સોલાર પેનલ લગાવીને ૭ થી ૮ મેગાવોટ વિજળીનું ઉત્‍પાદન કરાશે. ર૦૩૦ સુધીમાં રપ મેગાવોટ સુધી વિજળીનું ઉત્‍પાદન વધારાશે. મોતીસર, સાવિત્રી પહાડી અને અન્‍ય રેતીના ટીંબાઓ ઉપર સોલાર પેનલ લગાડી સ્‍ટ્રીટ લાઇટ અને ઇલેકટ્રીક વાહનોનું સંચાલન કરવામાં આવશે.

 

(4:31 pm IST)