Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

મોબાઇલના નિકાસનું વૈશ્વિક હબ બનશે ભારત : વર્ષે 100 અબજ ડોલરથી વધુની કરશે નિકાસ

ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોનને સરકારની લીલીઝંડી :સેમસંગ, કાર્બન, લાવા અને ડિક્સન પણ મેક ઇન ઇન્ડિયાનો લાભ લેવા આતુર

નવી દિલ્હીઃ ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા મિશન હેઠળ મોબાઈલ ફોનની નિકાસને વેગ આપી દેશને મોબાઇલ ફોનની નિકાસનું હબ બનાવવા સજ્જ છે કેન્દ્ર સમક્ષ નિકાસલક્ષી મોબાઇલ ફોન એકમો બનાવવાની અરજી ફાઇલ કરાઈ છે આ તમામ અરજીઓને મંજૂરી મળવાની સાથે ભારત આગામી સમયમાં 100 અબજ ડોલરથી વધારે મૂલ્યના મોબાઇલ ફોનની નિકાસ કરે તેવી સંભાવના છે.

  આ અરજી કરનારાઓમાં આઇફોનના ઉત્પાદક ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોનની સાથે સ્માર્ટફોન ઉત્પાદકો જેવા કે સેમસંગ, કાર્બન, લાવા અને ડિક્સોનને સરકારે મંજૂરી આપી દીધી છે. સરકારની એમ્પાવર્ડ કમિટીએ આ માટે મંજૂરી આપી છે. આ સમિતિમાં નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંડની સાથે આર્થિક સચિવ, ખર્ચ સચિવ, મહેસૂલ સચિવ, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (MeitY), ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરીન ટ્રેડ (DGFT)ના સચિવનો સમાવેશ થાય છે.

 તેમાથી એકલા એપલ  અને સેમસંગજ આગામી પાંચ વર્ષમાં 50 અબજ ડોલરના ફોનની નિકાસનું આયોજન ધરાવે છે. આ સિવાય પાંચ ભારતીય પોન ઉત્પાદકો માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઓપ્ટેમસ અને ડિક્સોન પણ છે. એપલ પણ તેના નવા આઇફોન 11ની સિરીઝની સાથે નવા આઇફોન SEનું પણ ભારતમાં ઉત્પાદન શરૂ કર્યાના થોડા સપ્તાહોમાં આ સમાચાર આવ્યા છે

(8:35 am IST)